રાજકોટ થોરાળા પોલીસ સ્ટેશનના PI ભાર્ગવ ઝણકાટ સાથે ‘ખાસ-ખબર’ની મુલાકાત
ભાર્ગવ ઝણકાટની લોકોમાં ભારે ચાહના: કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાંથી બદલી થઈ ત્યારે તેની બદલી અટકાવવા 24 ગામના સરપંચોએ ઉગ્ર વિરોધ કર્યો હતો
- Advertisement -
એક એવા પી.આઈ. જેની બદલી થઈ ત્યારે ત્યાં વસવાટ કરતા રહીશોએ પોલીસ કમિશનર કચેરીએ હોબાળો મચાવ્યો અને પી.આઈ.ની બદલી ન કરવા રજૂઆત કરી. આ વાત થઈ રહી છે રાજકોટ થોરાળા પોલીસ સ્ટેશનના જાંબાઝ પોલીસ ઈન્સ્પેક્ટર ભાર્ગવ ઝણકાટની. જેને લઈને હાલ બૂટલેગરો, ગુંડાઓમાં હાલ ફફડાટ ફેલાયો છે. જેની કામગીરીની સર્વત્ર નોંધ લેવાઈ રહી છે. તેઓ અગાઉ મહિલા તથા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા હતા હાલ તેઓની બદલી થોરાળા પોલીસ સ્ટેશન ખાતે થઈ છે. જે વિસ્તાર સંવેદનશીલ ગણાય છે પરંતુ ભાર્ગવ ઝણકાટે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાંથી દારૂબંધી અને જુગારનો સફાયો કરી નાખીશ. ભાર્ગવ ઝણકાટ સાદગીથી વરેલા પોલીસ ઈન્સ્પેક્ટર છે તે સરકારી ફોરવ્હીલનો ઉપયોગ નથી કરતા પરંતુ પોતે આજે પણ ટુ વ્હીલ લઈને પોલીસ સ્ટેશને આવે છે દરેક અરજદારની રજૂઆત પોતે જાતે જ સાંભળે છે.
ટ્રાફિકમાં કાબિલેદાદ કામગીરી
ટ્રાફિક પોલીસમાં પીઆઈ તરીકે બદલી મળી ત્યારથી જ અનેક કાર્યક્રમો યોજી લોકોને ટ્રાફિક અવેરનેસ બાબતે જાગૃત કર્યા. સ્કૂલો-કોલેજોમાં જઈ ટ્રાફિક અને હેલમેટનું મહત્વ સમજાવ્યું. ચેકિંગ દરમિયાન લોકોને ફૂલ આપ્યા, સ્થળ પર જ હેલમેટની વ્યવસ્થા કરી લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અંગે સમજ આપી હતી.
- Advertisement -
PI ભાર્ગવ ઝણકાટનું સાદગીપણું: મોંધીદાટ ફોરવ્હીલના સ્થાને બાઈક લઈને આવે છે
સોમથી શુક્ર કોડીનારના વેલણમાં ફાર્માસિસ્ટની નોકરી અને શનિ-રવિ સુરેન્દ્રનગરમાં GPSCની તૈયારી કરતાં
થોરાળા પોલીસ સ્ટેશનના પી.આઈ. ભાર્ગવ ઝણકાટની જો વાત કરીએ તો તેનો જન્મ કોડીનાર તાલુરાના પણાંદર ગામમાં થયો હતો. પિતાનું નામ મનુભાઇ જેઓ પણાંદર ગામમાં ખેતી તથા પશુપાલન સાથે સંકળાયેલાં છે. ભાર્ગવ ઝણકાટનું પ્રાથમિક શિક્ષણ તેમનાં ગામની સરકારી શાળામાં જ પૂર્ણ થયું હતું. માઘ્યમિક શિક્ષણનો અભ્યાસ નાલંદા વિદ્યાલય અને ધો. 11 અને 12 સાયન્સનો અભ્યાસ કોડીનારની સરકારી શાળા ભ.ભા.વિદ્યાલયમાં લીધો. ત્યારબાદ તેઓએ બરોડાની બાબરીયા કોલેજમાંથી બેચલર ઓફ ફાર્મસી (બી.ફાર્મ) પુરૂં કર્યું. જેના માટે પણ તેમણે લોન લીધી હતી. ત્યાબાદ તેઓએ પ્રાઇવેટ સેક્ટરમાં ત્રણ વર્ષ સુધી જોબ કરી. ત્રણ વર્ષમાં રેનબક્ષી જેવી મલ્ટનેશનલ ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં જોબ કરી. ત્યારપછી તેઓ કોડીનાર તાલુકાના વેલણ ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફાર્માસિસ્ટ તરીકે જોડાયા. જોબની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ ચાલુ રાખી. તેઓ જણાવે છે કે, તે સમય ખૂબ જ સંઘર્ષમય રહ્યો. સોમવારથી શુક્રવાર સુધી નોકરી કરતો ત્યારબાદ શનિ અને રવિવારે સુરેન્દ્રનગર જઈ જીપીએસસીની મોક ટેસ્ટની તૈયારી કરતો. શુક્રવારે રાત્રે જ સુરેન્દ્રનગર જતુ રહેવાનું અને શનિ-રવિ ત્યાં રહેવાનું. ફરી સોમવારે પરત ડ્યુટી પર હાજર થઈ જવાનું. આવી રીતે ઘણો સમય અપડાઉન કર્યું. આમ તેઓએ સતત સંઘર્ષ કરી વર્ષ 2019માં જીપીએસસીની કઠીન પરીક્ષા કરી. ઘરની સંપૂર્ણ જવાબદારી, શૈક્ષણિક લોન ભરવી, સગાઇ કરવી, લગ્નનો ખર્ચ ઉપાડવો, જોબ કરવી અને સાથે સાથે ૠઙજઈ ની તૈયારીને પહેલી પ્રાથમિકતા આપી હતી. સતત વાંચન ચાલુ રાખતાં ત્રણ વર્ષની મહેનત પછી 2014 માં ઙૠટઈક માં જુનીયર આસિસ્ટન્ટ તરીકે પહેલી સરકારી નોકરી મળી હતી. એનાં થોડા સમય પછી ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકામાં વેલણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જુ.ફાર્માસીસ્ટ તરીકે બીજી સરકારી જોબ મળી. જેમાં તેમણે સાડા ચાર વર્ષ સુધી સ્વમાનભેર ખૂબ સારી રીતે જોબ કરી. ભાર્ગવનું સપનું તો કલાસ 1 અને 2 અધિકારી જ બનવાનું હતું. જોબની સાથે સાથે એ દિશામાં સતત પ્રયત્નો ચાલુ રાખ્યા અને અંતે સફળતા મળી.
PI ઝણકાટને ઘોડેસવારી, રનિંગ, નવલકથા વાંચનનો ખૂબ જ શોખ
ભાર્ગવ ઝણકાટે પોતાના શોખ વિશે વાતો શેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેમને ઘોડેસવારીનો ખૂબ જ શોખ છે જ્યારે પણ સમય મળે ત્યારે ઘોડેસવારી કરૂં છું, આ સિવાય શરીરને ફીટ રાખવા માટે નિયમિત રીતે દોડવા પણ જાય છે. આ સિવાય તેઓને વાંચનનો ખૂબ જ શોખ છે. ધાર્મિક નવલકથા, સ્વામી વિવેકાનંદના પુસ્તકો, વીરરસથી ભરપૂર શૌર્ય ગાથાઓ વાંચવી ખૂબ જ ગમે છે.
મહિલા કેસમાં 600 સમાધાન: ગૂડ ટચ, બેડ ટચ, સાયબર અવેરનેસ જેવા કાર્યક્રમો યોજ્યા
ઙઈં ભાર્ગવ ઝણકાટ જ્યારે મહિલા પોલીસ સ્ટેશના પીઆઈ તરીકે કાર્યરત હતા ત્યારે 600 મહિલા કેસમાં સમાધાન કર્યું હતુ. આ સિવાય તેમના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ સ્ટેશનની જઇંઊ ટીમ જાતિય સુરક્ષા, સાયબર ક્રાઈમ, સોશિયલ મીડિયા અવેરનેસ અને સેલ્ફ ડીફેન્સના જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજાયા હતા. વધુમાં ગર્લ્સ હોસ્ટેલ, વૃધ્ધાશ્રમો, જાહેર જગ્યાઓ, સોસાયટી અને અવાવરૂં સ્થળોએ પણ પેટ્રોલીંગ કર્યું હતું. હાલના સમયમાં બાળ કિશોર કિશોરીઓ સાથે વધતા જતા જાતિય હિંસાના બનાવો બનતા અટકે અને બાળકોને ગુડ ટચ, બેડ ટચ કોને કહેવાય તે અંગેના સેમિનારો યોજ્યા હતા. ભાર્ગવ ઝણકાટ જ્યારે પીઆઈ થયા ત્યારે 5 શી ટીમ કાર્યરત હતી ત્યારબાદ તે સંખ્યા 10 થઈ. એક ટીમમાં ચાર મહિલા મેમ્બરો હોય છે. જે શહેરમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરે છે. આ સિવાય બાગ બગીચા, કારખાના, વૃદ્ધાશ્રમો સહિતની જગ્યાએ સેમિનાર યોજી નારી શક્તિએ જાગૃત રહેવું જોઈએ તેવા સેમિનાર યોજ્યા હતા.
થોરાળા પોલીસ સ્ટેશનમાં બદલી થતાં જ સુધારા કર્યા
પોલીસ ઈન્સ્પેક્ટરનો ચાર્જ સંભાળતા જ પોલીસ સ્ટેશનમાં સ્વસ્છતા જાળવવા, કોઈ અરજદારને મુશ્ર્કેલી ન પડે તે માટે લોકોની રજૂઆત-ફરિયાદો સાંભળવી સહિતના સૂચનો કર્યા.
થોરાળા પોલીસ મથકના પી.આઈ. ભાર્ગવ ઝણકાટની ‘ખાસ-ખબર’ સાથેની ખાસ મુલાકાતનો સંપૂર્ણ વિડીયો જોવા અહીં ક્લિક કરો…
View this post on Instagram