માલેતુદારોને કોરોનાનો ખૌફ બતાવી હોસ્પિટલોમાં ભરતી કરાવી રૂપિયા ખંખેરાય છે
ઝીણો તાવ,સુક્કી ખાંસી કે થાક તમને ત્રણ-ચાર મહિના પહેલા ક્યારેટ અનુભવાયો નહતો? ખંજવાળ,ગાળામાં, બળતરા,આખો આવવી કે માથું દુખતું નહોતું? તમારો રાધર આપણો જવાબ “હા” હોયતો વિશ્વ આરોગ્ય સંગઠન (ૂવજ્ઞ) અનુસાર તમારે ઘર મેળે થોડી દવા,પરેજી અને આરામ સિવાય કશું કરવાની જરૂર નથી પણ રાજકોટનું તંત્ર કંઈક જુદું જ કહે છે ગયા માર્ચ એ કોરોનને કારણે લોકડાઉન આવ્યું અને જુલાઈ થી મહદ અંશે અનલોક થયું છતાં ધંધા રોજગાર પાટે નહિ ચડતા રાજકોટ સૌરાષ્ટ્રમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના નોમાર્શને પણ અતિક્રમી કોરોનનો ભય દર્શાવી સામાન્ય વ્યક્તિને કોરોનગ્રસ્ત ઠેરવી ખાંદગી હોસ્પિટલોને ખાટવાનો જબરો કારસો ચાલી રહ્યો છે (ૂવજ્ઞના કોરોનના લક્ષણ જે હોય તે,રાજકોટમાં જેમને પોષ વિસ્તારમાં પોતાનું મકાન હોય,ફોરવહીલ હોય,કોઈ સારો ધંધો ધરાવતા હો કે મોટું નામ ધરાવતા હો…..તો તમામ લક્ષણો માત્ર કોરોનના નહિ બલ્કે ખાંદગી હોસ્પિટલમાં જ સારવાર લેવાને પાત્ર ગણાય છે! તાજ્જુબ થાય તેવી આ કાલ્પનિક વાત નથી.વિશ્વસનીય સૂત્રોએ જણાવેલી આધારભૂત હકીકત છે.મળતી વિગતો મુજબ તંત્રએ રેન્ડમલી ટેસ્ટિંગ માટે કહેવાતા કોરોના વોરિયર્સ ઘરે ઘરે જઈ તાપસ કરવાનો આદેશ કર્યો તેનો અમુક હોસ્પિટલોના ધંધાદારી સંચાલકો ગેરલાભ ઉઠાવી રહ્યા છે.આગળ વર્ણવ્યા તે પ્રકારના સુખી સંપન્ન લોકોને કોરોના સંક્રમિત કે કોરોના પોઝિટિવ ગણાવી આ કોરોના વોરિયર્સ તત્કાલ હોસ્પિટલાઇઝ થવા કહે છે વાસ્તવમાં વિશ્વ આરોગ્ય સંસ્થા ખુદ કહે છે કે હળવો તાવ,સતત ખાંસી અને થાક લાગવો એ સામાન્ય લક્ષણો ગણાય આવા લોકો ઘરમાં આરામ કરે પરાસીટામોલ જેવી દર્દનિવારક દવા લે અને ગરમ પાણીના કોગળા કરેતો આપોઆપ પુન:સ્વસ્થ થઇ શકે છે.હોસ્પિટલમાં દાખલ થવાની નોબત તો જ થાય રાજકોટમાં આવા નોમ્ર્સ પડાતા નથી અહીં દર્દી શોધવા કવાયત ચાલે છે કે ખાંદગી હોસ્પિટલો માટે ગ્રાહક શોધવા તે કળવું મુશ્કેલ છે.
અત્યંત ગોપનીય સૂત્રો એ કહેવું કે આ ષડયંત્ર જૂન-જુલાઈ પછી શરુ થયું છે.ખાંદગી હોસ્પિટલો દરેક દર્દી દીઠ કહેવાતા વોરિયર્સને પ્રથમ 1000 રૂપિયા ચૂકવે છે.ઉપરાંત જે-તે દર્દીના કુલ બિલની થનારી રકમમાંથી પણ અમુક ટકા આપવામાં આવે છે.આ ષડયંત્રને સમર્થન આપતી વિગતો પણ શોધવા જવી પડે તેમ નથી.છેલ્લા બે’ક મહિનાથી રાજકોટમાં પ્રતિરોજ શરેરાશ 60 થી 70 લોકો કોરોનાગ્રસ્તો હોવાનું બહાર આવી રહ્યું છે,એ તો ઠીક પણ આમાંના 60 થી 70 ટકા પૈસા ટકે સુખી જ હોય છે ! સ્વાભાવિક જ તંત્રવાહકો આવી કોઈ કામગીરી નો ઇન્કાર કરશે પરંતુ અજાણી હોસ્પિટલોમાં ઉભરાઈ રાજેલા માલદારો દર્દીઓની વણજાર શંકા તો જરૂર પેદા કરે છે.
બંધ હાલતમાં પડેલી હોસ્પિટલોને કોંટ્રાક્ટ !
- Advertisement -
રાજકોટમાં કોમર્શિયલ કોરોનનો ધમધોકાર ધંધો શરુ થયાનું પ્રમાણ એવી હોસ્પિટલોને કોવીડ-19 સ્પેશિયલ સેન્ટર તરીકેનો મળેલો સરકારી કોન્ટ્રાકટ છે,જે હોસ્પિટલો લગભગ બંધ હાલતમાં પડી હતી.શહેરના નીલકંઠ સિનેમા વિસ્તારની એક હોસ્પિટલને કોવીડ-19 સેન્ટર તરીકે જાહેર કરાઈ ત્યારે જાણીતાઓના આશ્ચર્યનો ર રહ્યો નહોતો.એવી અનેક હોસ્પિટલો છે જેને કોન્ટ્રાકટ મળ્યા પછી દર્દી માટે બેડ,ઓક્સિજનના બાટલા અને આઇસીયુ વોર્ડની રાતોરાત વ્યવસ્થા કરવામાં આવી છે.આવી હોસ્પિટલોમાં એવી લિફ્ટ પણ નથી જેમાં દર્દીને વ્હીલ ચેર પર કે બેડ પર સુતેલી હાલતમાં લઇ લાવી શકાય અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં 8 દર્દીનો ભોગ લેનારી ઘટના બને તો જવાબદાર કોણ?
કોરોનના કોમર્શિયલ વોરિયર્સ થી બચશો કેમ?
કોમર્શિયલ કોરોના વોરિયર્સ આપણા ઘરે અથવા સોસાયટીમાં રેન્ડમલી-સેમ્પલિંગ કે ટેસ્ટિંગના બહાને આવી ચડે તો ઇન્કાર ભલે ના કરો પણ તેઓના રિપોર્ટના તાબે થવું જરૂરી નથી.કોરોનાના પ્રાથમિક લક્ષણોનું કહે તો સેલ્ફ હોમ કોરોનટાઇન થવાની તૈયારી દાખવી હોસ્પિટલલાઈઝ થવાનું ટાળી શકાય.અને જો કોરોના વોરિયર્સ આપણે કોરોના પોઝિટિવ હોવાનું કહે ( કે ઠેરવે) તો આપણા ફેમિલી ડોક્ટર કે જાણીતા અન્ય કોઈ તબીબના સેક્ધડ ઓપિનિયન લેવાના આપણા અધીકાનો ઉપયોગ કરી શકો.જો કોરોના વોરિયર્સ ખરેખર સાચ્ચો હશે તો બંને વિકલ્પો માટે વિચારશો.પણ જો વોરિયર્સ કોમર્શિયલ હશે તો દલીલ કરવા આવા કમિશની વોરિયર્સ સામે બા-કાયદા ફરિયાદ પણ નોંધાવી શકાય છે