છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં 117 નવા કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોનાની ચેઇન ફરી જોડાવવા લાગી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 117 નવા કેસ નોંધાયા છે જ્યારે 45 દર્દીને રજા આપવામાં આવી. અમદાવાદ શહેરમાં 62, સુરત શહેરમાં 9, વડોદરા શહેરમાં 20, ગાંધીનગર શહેરમાં 4, રાજકોટ શહેરમાં 3, અમદાવાદ ગ્રામ્યમાં 2, અમરેલીમાં 2, મહેસાણામાં 2, સુરેન્દ્રનગરમાં 2, વડોદરા ગ્રામ્યમાં 2, વલસાડમાં 2, આણંદમાં 1, અરવલ્લીમાં 1, બનાસકાંઠામાં 1, ભરૂચમાં 1, ગાંધીનગર ગ્રામ્યમાં 1, જામનગર શહેરમાં 1 અને સુરત ગ્રામ્યમાં 1 કેસ કોરોનાનો સામે આવ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 517 પર પહોચ્યો છે. આ પૈકી એકપણ દર્દી વેન્ટિલેટ પર નથી. રાજ્યમાં સ્ટેબલ દર્દીની સંખ્યા 517 છે. જ્યારે અત્યાર સુધીમાં 12,14,354 દર્દી સાજા થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 10,944 દર્દીના મોત થયા છે.
કોરોનાએ ચિંતા વધારી, રાજકોટમાં 3 નવા કેસ
તહેવારો નજીક આવતાની સાથે જ કોરોનામાં સંખ્યા વધતા ફરી એકવાર ચિંતામાં વધારો થયો છે. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં પણ આરોગ્યતંત્ર દ્વારા ટેસ્ટિંગમાં વધારો કરવામાં આવ્યો છે. આ સાથે પોઝિટિવ કેસની સંખ્યા પણ વધી રહી છે. રાજકોટમાં ગઇ કાલે વધુ ત્રણ કેસ પોઝિટિવ નોંધાયું છે. જેમાં એકની ટ્રાવેલ હિસ્ટ્રી જામનગરની મળી રહી છે. તો બીજી તરફ છેલ્લા એક સપ્તાહમાં પોઝિટિવ આવેલા દર્દીઓમાં ચાર દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી દુબઈ, જર્મની, બેંગકોક અને થાઇલેન્ડની જાણવા મળી રહી છે. પરંતુ હજુ રાજ્ય સરકાર તરફથી ટ્રાવેલ કરતા વ્યક્તિઓના ફરજિયાત ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા નથી. છેલ્લા ત્રણ માસથી શાંત રહેલા કોરોનાએ ફરી એકવાર ઉછાળો માર્યો છે.
જેના કારણે હવે કોરોનાએ ફરી ચિંતામાં વધારો કર્યો છે. દેશભરમાં પણ હાલ કોરોના કેસની સંખ્યા 7000ને પાર પહોંચી રહી છે.