મોદીએ કહ્યું કે પ્લેટફોર્મ 21મી સદીના ટેક્સની શરૂઆત, જેમાં ફેસલેસ એસેસમેન્ટ-અપીલ અને ટેક્સપેયર્સ ચાર્ટર જેવા મોટા રિફોર્મ
ઈમાનદાર કરદાતાઓને પ્રોત્સાહન આપવા અને ટેક્સ સિસ્ટમમાં પારદર્શિતા વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુરુવારે એક નવા ખાસ પ્લેટફોર્મની શરૂઆત કરી. આ પ્લેટફોર્મનું નામ ‘ટ્રાન્સપરન્ટ ટેક્સેશન: ઓનરીન્ગ ધ ઓનેસ્ટ’ આપવામાં આવ્યું છે. આ તકે પીએમ મોદીએ કહ્યું કે પ્લેટફોર્મ 21મી સદીના ટેક્સની શરૂઆત છે. જેમાં ફેસલેસ એસેસમેન્ટ-અપીલ અને ટેક્સપેયર્સ ચાર્ટર જેવા મોટા રિફોર્મ છે.
પીએમ મોદીએ કહ્યું કે ખોટી રીતો યોગ્ય નથી અને શોર્ટકટ ન અપનાવવા જોઈએ. દરેક વ્યક્તિએ કર્તવ્યભાવને આગળ રાખીને કામ કરવું જોઈએ. પીએમ મોદીએ કહ્યું કે પોલિસી સ્પષ્ટ હોવી, ઈમાનદારી પર વિશ્વાસ હોવો, સરકારી સિસ્ટમમાં ટેક્નોલોજીનો ઉપયોગ, સરકારી મશીનરીનો યોગ્ય ઉપયોગ કરવો અને સન્માન કરવું. પહેલા રિફોર્મની વાતો થતી હતી. કેટલાંક નિર્ણયો મજબૂરીમાં દબાણમાં લેવામાં આવતા હતા જેનું કોઈ પરિણામ મળતું ન હતું.
- Advertisement -
નોંધપાત્ર વાત એ છે કે દેશની ઘણી સંસ્થાઓ આવકવેરા પદ્ધતિને નાબૂદ કરવાની અથવા પ્રામાણિક કરદાતાઓને પ્રોત્સાહિત કરવાની માંગ કરી રહી છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી આવકવેરા નાબૂદ કરવાની વાત કરી રહ્યા છે. ત્યારે આ મામલે ઘણા નિષ્ણાતો એવું પણ કહે છે કે ભારતમાં આવકવેરો ભરવા વાળા માટે કોઈ પ્રોત્સાહન નથી, પરંતુ તેમને પરેશાનીનો ભોગ બનવું પડે છે.
પીએમે જણાવ્યું કે પહેલા પોતાના શહેરનો અધિકારી કેસ જોતા હતા, પરંતુ હવે ટેકનોલોજીને કારણે દેશના કોઈ પણ ભાગનો અધિકારી આ કેસની તપાસ કરી શકે છે. જો મુંબઈમાં કોઈ મામલો સામે આવે છે, તો તેની તપાસનો મામલો મુંબઈ સિવાય કોઈ પણ શહેરની ટીમ પાસે જઈ શકે છે. ઉલ્લેખનીય છે તેના આદેશની (હુકમ)ની સમીક્ષા બીજા શહેરની ટીમ દ્વારા કરવામાં આવશે, તે ટીમમાં કોણ હશે તેનું પરિણામ પણ કમ્પ્યુટર દ્વારા કરવામાં આવશે.