જૂનાગઢ શહેરમાં નબળા કામ મુદ્દે ધારાસભ્ય મેદાનમાં આવ્યા
શહેરના સક્રિય કાર્યકરોને ખુલ્લો પત્ર લખી આગળ આવ્યા
શહેરમાં ચાલતી કામગીરીની સમીક્ષા કરી યોગ્ય પગલાં ભરાશે !
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.3
જૂનાગઢ મહાનગર પાલિકા અને અન્ય એજન્સી દ્વારા છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર, પાણી લાઈન સહીતની કામગીરી કરવામાં આવી રહી જેમાં લોટ પાણી અને લાકડા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. બીજી બાજુ જે કામગીરી કરવામાં આવી રહી છે. તેમાં ઢીલી નીતિ સાથે સમયસર કામ ન થતું હોવાની લોકોમાંથી ફરિયાદ ઉઠી રહી છે. એવા સમયે હવે ધારાસભ્ય સંજય કોરડીયા મેદાનમાં ઉતર્યા છે.નનધારાસભ્ય સંજય કોરડીયાએ ભાજપના સક્રિય સભ્યને ખુલ્લો પત્ર લખીને જણાવ્યું છે કે, તમારા વિસ્તારમાં છેલ્લા દોઢ વર્ષથી થતી કામગીરી કેવી રીતે ચાલી રહી છે. અને કેવું કામ થઇ રહ્યું છે. તેના ફોટા સાથે કાર્યકરો પાસેથી વિગત મંગાવી છે.
હવે જોવાનું એ રહ્યું કે, શું શહેરમાં જે રીતેના દ્રશ્યો ચોમાસામાં જોવા મળ્યા છે. તેમાં કોઈ ફરક પડશે કે, પછી માત્ર વાતો થશે તેવા સવાલો ઉભા થઇ રહ્યા છે. હાલ તો જે પગલું ભર્યું છે. તેને શહેરીજાનો આવકારી રહ્યા છે. અને જે જાગૃત ધારાસભ્ય લોકોની સમસ્યા મુદે આગળ આવ્યા તેને આવકારી રહ્યાં છે.