ઇઝરાયલ અને હમાસની વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇઝરાયલ દ્વારા લેબનાન પર કરેલા હુમલામાં સફેદ ફોસ્ફરસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બાબત સામે આવતા અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકાના નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના સ્ટ્રૈટેજિક કમ્યુનિકેશનના સમન્વયક જોન કિર્બીએ જણાવ્યું કે, અમેરિકા આ વિશે વધારે માહિતી મેળવી રહ્યુ છે. અમેરિકા બીજા દેશોની સેનાના સફેદ ફોસ્ફરસ આ આશાથી પૂરૂ પાડે છે કે તેઓ આનો ઉપયોગ કરશે અને યુદ્ધના નિયમોનું પાલન કરશે.
મીડિયા રિપોર્ટસ અનુસાર, સફેદ ફોસ્ફરસના હુમલામાં 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને માનવાધિકાર સંગઠનોએ માંગણી કરી છે કે આ મામલે યુદ્ધના અપરાધના રૂપે તપાસ કરવી જરૂરી છે. જો કે ઇઝરાયલ સીમાની નજીક લેબનાનમાં દેહરા વિસ્તારમાં એવા પુરાવાઓ મળ્યા છે કે, જેમાં જાણવા મળ્યું છે કે, આ હુમલામાં સફેદ ફોસ્ફરસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
યુદ્ધમાં સફેદ ફોસ્ફરસનો ઉપયોગ કેમ ઘાતક માનવામાં આવે છે
સફેદ ફોસ્ફરસ એક રાસાયણીક પદાર્થ છે, જે પોતાના જ્વલનશીલ ગુણો માટે જાણીતું છે. સફેદ ફોસ્ફરસ ઓક્સીજનના સંપર્કમાં આવતા જ સળગી ઉઠે છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ તોપખાનાના ગોળા, બોમ અને રોકેટમાં થાય છે. કેટલીવાર દુશ્મનને ભ્રમિત કરવા માટે આગના ધુમાડા ઉત્પન્ન કરવા થાય છે, પરંતુ જો તેનો ઉપયોગ સીધી રીતે મનુષ્ય પર કરવામાં આવે તો તેના ગંભીર બળતરા થાય છે, જે હાડકાં સુધી પહોંચી જાય છે.
સફેદ ફોસ્ફરસના ઉપયોગથી ક્યારેક મૃત્યુ પણ થઇ શકે છે. વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે, અને શરીરના કોઇપણ અંગ કામ કરવાનું બંધ કરી દે છે. તેની અસર શરીરમાં જીવનભર સુધી રહે છે. સફેદ ફોસ્ફરસથી ઘરોમાં કે બ્લિડિંગમાં આગ લાગવાથી બળીને ખાક કરી દે છે.
જો કે, ઇઝરાયલે આ દાવાઓને ખોટા ગણાવીને ફગાવી દીધા છે. તેમણે જણાવ્યું કે, તેમણે કાયદાની હેઠળ રહીને સફેદ ફોસ્ફરસનો ઉપયોગ હથિયારમાં કર્યો છે.