જૂનાગઢ પોલીસે પરિક્રમામાં MAI I HELP YOU સૂત્ર સાર્થક કર્યું
નળપાણી ઘોડીએ ભારે ઘસારો થતા એસપી દોડી ગયા: લાખો ભાવિકો સાથે પોલીસનું સોહાર્દ પૂર્ણ વર્તન
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમા 36 કિમિ પગપાળા ચાલીને કરવાથી અતિ કઠિન માનવામાં આવેછે ત્યારે વૃદ્ધ અને સીનીયર સીટીઝન માટે અતિ કપરી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે ત્યારે આ વર્ષે પરિક્રમામાં જૂનાગઢ એસપી હર્ષદ મેહતા દ્વારા નવતર અભિગમ સાથે કોઈ પણ ભાવિકને અગવડતા ઉભી ન થાય તેવા પ્રયાસ સાથે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે જેમાં જૂનાગઢ પોલીસે ખફુ ઈં ઇંયહા ઢજ્ઞીના સૂત્રને સાર્થક કરતા દ્રશ્યો જોવા મળ્યા.
ગિરનાર લીલી પરિક્રમાના 36 કિમિના રૂટ પર સૌથી વધુ કઠિન માળવેલા થી આગળ આવેલ નળપાણીની ઘોડી ચડાવી અતિ કઠિન માનવામાં આવેછે એક તરફ ચઢાણ અને બીજી તરફ સેંકડો રસ્તો જેના લીધે ભાવિકોને ખુબ મુશ્કેલી ઉભી થાય છે ત્યારે પ્રથમ દિવસ થીજ પોલીસ દ્વારા વૃદ્ધ અને અશક્ત લોકોને હાથ પકડીને ઘોડી પસાર કરાવી હતી.
ત્યાર બાદ ભાવિકોની સંખ્યામાં વધારો થતા ગઇકાલ સાંજથી લાખો ભાવિકો નળપાણી ઘોડીએ પોહચ્યાં હતા ત્યારે સ્થાનિક પોલીસ માઈક લઈને ભાવિકોની હેલ્પ કરતા હતા ધીરે ધીરે અંધારું થતા પરિસ્થિતિ વિકટ બની હતી એવા સમયે એસપી હર્ષદ મેહતા અને તેમની ટિમ સાથે નળપાણીની ઘોડીએ પોહચી ગયા હતા અને ભાવિકોને માર્ગ બતાવીને ભીડને વ્યવસ્થિત રીતે કાબુમાં કરીને ધીરે ધીરે હજારો લાખો ભાવિકોને નળપાણી ઘોડીને પસાર કરાવીને બોરદેવી તરફ રવાના કર્યા હતા પોલીસે સતત ત્રણ ચાર કલાકની જેહમત કરીને ભાવિકોની વહારે આવતા ભાવિકો પણ જૂનાગઢ પોલીસ જીંદાબાદ નારા લગાવતા લગાવતા પોતાની યાત્રા શરુ કરી હતી.
જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાંજડીયાના માર્ગ દર્શન હેઠળ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મેહતાના રાહબરીમાં પરિક્રમા કરવા આવતા લાખો ભાવિકોને કોઈ ના કોઈ પ્રકારે પોલીસ પ્રજાની મિત્ર છે તેવા સૂત્ર સાથે કામગીરી કરી રહી છે જેમાં હાર્ટ એટેકના કિસ્સામાં સીપીઆર કામગીરી તેમજ પરિવાર થી વિખુટા પડેલ સભ્યોનું પુન મિલન તથા રસ્તો ભૂલી ગયેલ ભાવિકોને સાચો માર્ગ બતાવ્યો તેની સાથે મહિલા સી.ટીમ દ્વારા બેહનોને મદદરૂપ થયેલ જોવાના કિસ્સા સામે આવ્યા છે તેની સાથે એલસીબી પીઆઇ જે.જે.પટેલ અને એસઓજી પીઆઇ ગોહિલ સહીત અન્ય જિલ્લાની પોલીસ ટિમ દ્વારા પરિક્રમા દરમિયાન આવારા અને લુખ્ખા તત્વો સામે લાલ આંખ કરીને તેને પાઠ ભણવ્યા હતા ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા નવતર અભિગમ સાથે પરિક્રમા શાંતિ પૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય અને કોઈને અગવડતા ન પડે તેવા પ્રયાસો સાથે ચુસ્ત બંદોબસ સાથે પોલીસ પરિક્રમા જોવા મળી છે.