પરિક્રમા જંગલમાં અચાનક હાર્ટ એટેક આવે તો યાત્રિકને પેહલા CPR અપાશે
ખાસ-ખબર સંવાદદાતા
ગિરનારની લીલી પરિક્રમામાં લાખો યાત્રિકો આવવાના હોય જિલ્લા વહીવટી તંત્રએ તમામ યાત્રીઓને પરિક્રમાના રૂટ પર કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તૈયારીઓ પૂર્ણ કરી છે.
જંગલમાં રુટ પર અચાનક કોઈને હાર્ટ એટેક આવે અને વ્યક્તિ બેભાન થઈ જાય તો ઈઙછની તાલીમથી તેમનો જીવ બચી જાય તેવા આશય આજે જિલ્લાના અધિકારી કર્મચારીઓએ મેડિકલ તજજ્ઞો પાસેથી સીપીઆરની તાલીમ લીધી હતી અને કઈ રીતે દર્દીને છાતી પર દબાણ આપવું, કેટલી સેક્ધડ આ પ્રક્રિયા કરવી, દર્દીનો રિસ્પોન્સ અને સીપીઆર આપનાર વ્યક્તિએ કેટલી કાળજી લેવી તે તમામ મુદ્દે તજજ્ઞોએ અધિકારીઓને ડેમોસ્ટ્રેશન સાથે માહિતી આપી હતી તેમજ એનજીઓને પણ આ અંગેની સમજણ આપવામાં આવશે.
જયારે ગિરનાર પર અંબાજી ખાતે પણ તબીબી સ્ટાફ અને દવા અને પેરા મેડિકલ ના સ્ટાફ સાથે મેડિકલ સેવા ઉપલબ્ધ થશે.
હાર્ટ એટેકના વધતા બનાવને ધ્યાને રાખીને તંત્ર દ્વારા CPR તાલીમ અપાઈ
