ખેલાડીઓ ITC નર્મદા હોટલમાં રોકાશે, ફેવરિટ પ્લેયરને જોવા લોકોની પડાપડી; શનિવારે મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરશે
ખાસ-ખબર સંવાદદાતા
19 નવેમ્બરે અમદાવાદમાં વર્લ્ડ કપ ફાઈનલ રમાવાની છે. ત્યારે વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ કપની સેમિફાઈનલ જીત્યા બાદ આજરોજ ભારતીય ટીમ અમદાવાદ આવી પહોંચી છે. અમદાવાદ એરપોર્ટ પહોંચતા જ ટીમ ઇન્ડિયાનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે, ત્યાંથી ભારતીય ખેલાડીઓ રાત્રી રોકાણ કરવા માટે ઈંઝઈ નર્મદા હોટલ રવાના થયા હતા. મહત્વપૂર્ણ છે કે અમદાવાદમાં આ મેચને લઇને ક્રિકેટરસિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ખેલાડીઓની એક ઝલક જોવા માટે હોટલ બહાર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા, શુભમન ગીલ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, ઈશાન કિશન, કુલદીપ યાદવ, મોહમદ સિરાજ, બૂમરાહ સહિતના ખેલાડીઓ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. આ સાથે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા પણ એરપોર્ટ ઉપર જોવા મળ્યા હતા. કેપ્ટન તેમની ટીમ સાથે બસમાં બેસી ઈંઝઈ નર્મદા હોટલ રવાના થયા હતા. જ્યાં ટીમ ઇન્ડિયા રોકાશે. ત્યારે હોટલ બહાર ફેવરિટ પ્લેયરને જોવા ક્રિકેટરસિકોમાં પડાપડી કરતા જોવા મળ્યા હતા.
- Advertisement -
ગઈકાલે ન્યૂઝીલેન્ડને સેમીફાઈનલમાં હરાવીને ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચી છે. ત્યારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી હતી. આજે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સેમીફાઈનલ મુકાબલામાં જે ટીમ જીતશે તે પણ આવતીકાલે અમદાવાદ ખાતે પહોંચે તેવી શક્યતા છે. તે બાદ બંને ટીમ શનિવારના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ કરશે. તે બાદ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ ખાતે પ્રથમ વખત ઈંઈઈ ક્રિકેટ વર્લ્ડ કપનો મહામુકાબલો યોજાશે.
ઈંઈઈની ફાઇનલ મેચ દરમિયાન મનોરંજન માટે કાર્યક્રમનું આયોજન કરાયું છે. ગાયક કલાકારો સ્ટેડિયમમાં હાજર લોકોનું મનોરંજન કરશે. પ્રીતમ અને જોનીતા ગાંધી સહિત કુલ 6 જેટલા ગાયક કલાકાર પરફોર્મ કરશે.