ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજનાને સાર્થક કરવા અને સમાજમાં આ વિષય અન્વયે જાગૃતિ લાવવાના હેતુથી કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાનાં માર્ગદર્શન હેઠળ બેટી બચાઓ બેટી પઢાઓ સેલ જૂનાગઢ દ્વારા ધન તેરસના દિવસે જન્મેલ લક્ષ્મી સ્વરૂપ દીકરીઓને આવકારવા તેમજ સમાજમાં દીકરી-દીકરો એક સમાનનાં સૂત્રનો અમલ કરવાના હેતુથી દીકરી વધામણાં કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સરકારની વ્હાલી દીકરી યોજના અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સિવિલ હોસ્પિટલ ડો.કૃતાર્થ બ્રહભટ્ટ મેડિકલ તથા મહિલા અને બાળ અધિકારીની કચેરીના ફિલ્ડ ઓફીસર પલ્લવીબેન પાઘડાર, સખી વન સ્ટોપ સેન્ટરના અંકિતાબેન ભાખર, ડીસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનનો સ્ટાફ તથા ધન તેરસના દિવસે જન્મેલ દીકરીઓના વાલીઓ હાજર રહ્યા હતા.
ધનતેરસના દિવસે જન્મેલ લક્ષ્મી સ્વરૂપ દીકરીઓને વધામણાં સાથે કીટનું વિતરણ કરાયું
