ગાયીકા ફાલ્ગુની અને તેમના પતિ ગૌરવ શાહએ સ્વર આપ્યો છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલા ગરબા- ‘માડી’ પર રાજકોટમાં 1 લાખ લોકોએ ગરબા લઈને નવો વિશ્વ વિક્રમ બનાવ્યો તો હવે મોદીનું ‘બાજરા’ પર લખેલુ ગીત ગ્રેમી એવોર્ડ માટે નોમીનેટ થયું છે.
- Advertisement -
વડાપ્રધાન મોદી તથા ભારતીય અમેરિકી ગાયક ફાલુએ (ફાલ્ગુની શાહ) સંયુક્ત રીતે આ ગીત લખ્યું છે. ગીતનું શિક્ષક ‘અબડેસ ઈન મિલેટ’ છે અને તે ગીત ફાલ્ગુની શાહ અને તેના પતિ ગૌરવ શાહે ગાયુ છે. ભારતના પ્રસ્તાવ બાદ 2023ના વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે જાહેર કરાયુ છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘના ખાદ્ય અને કૃષી સંગઠનના દેશોએ સંયુક્ત રાષ્ટ્રસંઘના 75માં સત્રમાં તેને સમર્થન આપ્યું હતું. ફાલુ એટલે ફાલ્ગુની શાહ એ આ ગીતના રીલીઝ પુર્વે કહ્યું કે વડાપ્રધાન મોદીએ મારી અને મારા પતિ ગૌરવ શાહ સાથે મળીને એક ગીત લખ્યુ છે. મોદીની ખાસ રચનાનું આ ગીત જુનમાં ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટસની ઉજવણીમાં સામેલ કરાયું હતું.
ફાલ્ગુનીએ તેની વેબસાઈટ પર લખ્યું કે, વિશ્વ ભૂખમરો ઘટાડવાના એક સંભવિત મહત્વના ઉપાય તરીકે જાડા ધાન્ય પ્રત્યે જાગૃતિ જરૂરી છે અને ખાસ કરીને બાજરામાં અનેક ખોરાકીય વિવિધતા છે. તેઓ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ આ બાજરા ગીતના વિચાર આવ્યો હતો અને અમોએ સંગીત સંબંધી ચર્ચા સમયે તેઓએ એક ગીત લખવા સહમતી આપી છે અને પછી સાથે જ આ ગીત લખ્યું કે ગ્રેમીએ સંગીતની દુનિયાનો ઓસ્કાર ગણાય છે અને ફાલ્ગુની શાહ તે એક અન્ય રચના માટે જીતી ચૂકયા છે.
- Advertisement -