અમારા જૂનાગઢમાં અમારું સન્માન થાય તે જીવનની ધન્ય ઘડી છે- પદ્મશ્રીઓ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢના આઝાદી દીને મૂળ જૂનાગઢના અને પદ્માવતી મેળવી ચૂકેલા બે મહાનુભાવો ડો. જયંત વ્યાસ અને ભીખુદાન ગઢવીનું વિવિધ ક્ષેત્રની 51 સંસ્થાઓએ સન્માન કર્યું ત્યારે આખો હોલ તાલીઓથી ગુંજી ઉઠ્યો હતો. આ પ્રસંગે બંને પદ્મશ્રીઓએ જણાવ્યું કે અમારા જૂનાગઢમાં અમારું સન્માન થાય એ જીવનની ધન્ય ઘડી છે.
જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને પદ્મશ્રી સન્માન સમિતિના સંયુક્ત ઉપક્રમે 51 સંસ્થાઓ દ્વારા પદ્મશ્રી ડો. જયંત વ્યાસ તથા પદ્મશ્રી ભીખુદાન ગઢવી ઉપરાંત અન્ય ત્રણ પદ્મશ્રી સ્વ. કવિ દાદ, સ્વ. દિવાળીબેન ભીલ અને સ્વ. વલ્લભભાઈ મારવણીયાનું મરણોત્તર સન્માન કરવાનો એક ભવ્ય કાર્યક્રમ વરિષ્ઠ સંત અને ભારત સાધુ સમાજના પ્રમુખ મુક્તાનંદજી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાય હતો મેયર ગીતાબેન પરમાર, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, આઈ.જી. શ્રી નિલેશ જાજડીયા અને એસપી શ્રી હર્ષદ મહેતાની પરિસ્થિતિમાં યોજાયેલ આતકે કુલપતિ પ્રો.ડો.ચેતન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, એક વિજ્ઞાનના માણસ અને એક લોકસાહિત્યના માણસ ઉપરાંત ત્રણ મરણોત્તર પદ્મશ્રીઓનું જૂનાગઢના આઝાદી દિવસે સન્માન થતું હોય તેમાં જૂનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીને પ્લેટફોર્મ મળે અને શહેરના મહાનુભાવવાળી સમિતિના ઉપક્રમે પદ્મશ્રીઓનું સન્માન થાય એ આપણા માટે અવિસ્મરણીય ઘટના છે.
આઝાદી દિને જૂનાગઢમાં બે પદ્મશ્રી ડો. જયંત વ્યાસ અને ભીખુદાન ગઢવીનું 51 સંસ્થા દ્વારા સન્માન
