નેહા બગ્ગાએ તેના બોયફ્રેન્ડ રેસ્ટી કંબોજ સાથે લગ્ન કરી લીધા છે. હાલ આ કપલના લગ્નની તસવીરો સામે આવી છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
અભિનેત્રી અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર નેહા બગ્ગાએ તેના બોયફ્રેન્ડ રેસ્ટી કંબોજ સાથે લગ્ન કરી લીધા છે. હાલ આ કપલના લગ્નની તસવીરો સામે આવી છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તેમના લગ્ન શિમલામાં પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં થયા હતા.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
વાયરલ થયેલ તસવીરોમાં જોઈ શકાય છે કે નેહા દુલ્હનના ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાતી હતી, તેણે તેના લગ્નમાં પેસ્ટલ રંગનો લહેંગા પહેર્યો હતો. સાથે જ ચોકર નેકપીસ, નોઝ રીંગ, માંગ ટીક્કા, બંગડીઓ અને કલીરેમાં સજ્જ નેહા ખુબ જ સુંદર દેખાતી હતી. તેના પતિએ સફેદ શેરવાની પહેરી છે.
લગ્નના દરેક ફોટામાં કપલ ખૂબ જ ક્યૂટ લાગે છે. રેસ્ટી તેની દુલ્હનિયા પરથી નજર નથી હટાવી શકતો અને દરેક ફોટોમાં તે નેહાને પ્રેમથી જોતો જોવા મળે છે. એ વાત તો જાણીતી છે કે નેહા અને રેસ્ટીની જોડી ચાહકોમાં લોકપ્રિય છે. બંને ઈન્સ્ટા પર મનોરંજક વીડિયો બનાવે છે. તે સોશિયલ મીડિયા સ્ટાર છે.
View this post on Instagram
બંનેની મુલાકાત 2019માં ફિલ્મના સેટ પર થઈ હતી. નેહા ફિલ્મની હિરોઈન હતી અને રેસ્ટી કો-સ્ટાર હતો. બંનેએ સાથે મળીને એક વીડિયો બનાવ્યો જે હિટ બન્યો. આ પછી તેણે ઘણા વીડિયો બનાવવાનું શરૂ કર્યું. ધીરે ધીરે તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ.
નેહાએ ઘણા ટીવી શોમાં કામ કર્યું છે. તે રબ સે સોના ઇશ્ક, બાની-ઇશ્ક દા કલમા જેવી સિરિયલોમાં જોવા મળી છે. નેહા જંગલી અને રીઝા ફિલ્મોમાં જોવા મળી હતી. મહત્વનું છે કે ઈન્સ્ટા પર નેહાના ફેનબેઝ 1.4M છે. તેના પતિ રેસ્ટી પણ અભિનેતા અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે.