ઢોર પકડ પાર્ટીને ઢોર માર મરાઈ રહ્યો છે
ગુજરાત હાઈકોર્ટે રખડતાં ઢોર મુદ્દે પોલીસના અધિકારીઓને લગાવી ફટકાર: 7 દિવસનું અલ્ટીમેટમ આપ્યું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત હાઈકોર્ટે બિસ્માર રસ્તા, રખડતા ઢોર, ટ્રાફિક તેમજ પાર્કિંગની સમસ્યા સામે લાલ આંખ કરી છે. ગુજરાત હાઈકોર્ટે બિસ્માર રસ્તા અને રખડતાં ઢોરને લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને છેલ્લી તક આપી છે. જાહેરહિતની અરજી પર સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, સ્થિતિ સુધારવા અમે એક સપ્તાહનો સમય આપીએ છીએ. સમગ્ર મામલે હાઈકોર્ટમાં આગામી સુનાવણી 7 નવેમ્બરે હાથ ધરાશે. હાઈકોર્ટના આદેશ પર આજે ત્રણ ઉચ્ચ અધિકારીઓ અમદાવાદ કોર્પોરેશનના મ્યુનિસિપિલ કમિશનર, પોલીસ કમિશનર તેમજ શહેરી વિકાસ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન હાઈકોર્ટે અમદાવાદ પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર અને પ્રિન્સીપાલ સેક્રેટરીનો ઉધડો લીધો હતો.
તમારા ખભા પર સ્ટાર તો જુઓ: ઇંઈ
જાહેરહિતની અરજી પર સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે પોલીસ કમિશનરને આકરા સવાલો કર્યા હતા. હાઈકોર્ટે કહ્યું હતું કે, અમારા નિર્દેશોનું પાલન થઇ રહ્યું નથી. કર્મચારીઓ અને અધિકારીઓને માર પડી રહ્યો છે. પોલીસની જીપની બાજુમાં લોકો લાકડીઓ સાથે ફરી રહ્યા છે. પોલીસ શું ફક્ત આવા લોકોને જોઇ રહી છે? પોલીસ મનપાને રક્ષણ પુરૂ નથી પાડી રહીં, ઢોર પકડતી વખતે અધિકારીઓ પર હુમલા થઈ રહ્યા છે. એલાર્મિંગ સ્થિતી છે તમે શું કરી રહ્યા છો? તમારા ખંભા પર સ્ટાર જુઓ, તમે ન કરી શકતા હોય તો જણાવી દો.
‘તમે જોઇ રહ્યા છો શહેરની બહાર શું થઇ રહ્યું છે?’
હાઈકોર્ટે પ્રિન્સિપલ સેક્રેટરીને સવાલ કરતા કહ્યું કે, તમે જોઇ રહ્યા છો શહેરની બહાર શું થઇ રહ્યું છે? સમાચાર માધ્યમોમાં આવે છે કે લોકો મરી રહ્યા છે. તમારે કડક હાથે કામ લેવાની જરૂર છે. સાથે જ હાઈકોર્ટે કહ્યું કે, લોકો સુધરી નથી રહ્યા એ તંત્રની જવાબદારી છે. સ્થિતી સુધારવા અમે એક સપ્તાહનો સમય આપીએ છીએ. ગુજરાતમાં રખડતા ઢોરના ત્રાસથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. તો બીજી બાજુ તંત્ર આ બાબતને લઇને મૌન સેવી રહ્યું છે. ત્યારે હજુ પણ રસ્તા પર ફરતા પશુઓના કારણે વાહનચાલકો, રાહદારીઓ અને નાના બાળકોથી લઈને વૃદ્ધો સતત તેનો ભોગ બની રહ્યાં છે.
- Advertisement -