ગાઝા પટ્ટીમાં છેલ્લા 24 કલાકમાં બોમ્બ ધડાકામાં કુલ 756 લોકો માર્યા
ખાસ-ખબર સંવાદદાતા
હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 19મો દિવસ છે. દિવસેને દિવસે બંને દેશો વચ્ચેનો તણાવ વધતો જાય છે. એવામાં ઇઝરાયેલ દ્વારા સતત ગાઝા પટ્ટી પર જવાબી હમલાઓ કરવામાં આવી રહ્યા છે. ગાઝા પટ્ટીમાં છેલ્લા 24 કલાકમાં બોમ્બ ધડાકામાં કુલ 756 લોકો માર્યા છે. જો અત્યાર સુધીની વાત કરવામાં આવે તો ગાઝા પર હવાઈ હુમલામાં મૃત્યુઆંક 6546 પર પહોંચી ગયો છે. જેમાંથી 344 બાળકો પણ સામેલ છે. જો સામે ઈઝરાયેલની વાત કરવામાં આવે તો તેનો મૃતાંક 1400 પર પહોંચી ગયો છે. ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં અત્યાર સુધીમાં કુલ 7044 લોકોના મોત થયા છે.
ગઈકાલે ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, ઇઝરાયેલના જવાબી હુમલામાં સાડા છ હજારથી વધુ લોકો માર્યા ગયા છે. ઈઝરાયલ સરકારના આંકડા મુજબ 7 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં ઈઝરાયેલ દ્વારા ગાઝા પર 7600 થી વધુ રોકેટ છોડવામાં આવ્યા છે.
આ મામલે ઈઝરાયલી ડિફેન્સ ફોર્સ (ઈંઉઋ)નું કહેવું છે કે ભલે હમાસનું મુખ્ય કેન્દ્ર ગાઝા શહેરમાં છે પણ તે હજુ સામાન્ય નાગરિકો વચ્ચે ફેલાયેલો છે. સૈન્યએ કહ્યું કે જ્યાં પણ હમાસના ઠેકાણાં હશે આઈડીએફ તેમને નિશાન બનાવશે. સામાન્ય નાગરિકોને ઓછું નુકસાન થાય તેના માટે સાવચેતી રખાશે. ઈઝરાયલી સેનાનું કહેવું છે કે જે ઘરોમાં આતંકી રહે છે તેમને જ નિશાન બનાવાઈ રહ્યા છે ભલે તેમની સાથે નાગરિકો પણ રહેતા હોય. ઈઝરાયલી વાયુસેનાના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે ખાનગી ઘર ખાનગી નથી તેમાં હમાસના આતંકીઓ પણ શરણ લઈ રહ્યા છે.
- Advertisement -
અમેરિકા અને રશિયાએ UNSCમાં રજૂ કર્યો પ્રસ્તાવ
અમેરિકાએ ઞગજઈમાં ઠરાવ રજૂ કર્યો હતો કે, માનવતાવાદી વિરામની હાકલ કરી હતી, પરંતુ યુદ્ધવિરામ નહીં. સુરક્ષા પરિષદ દ્વારા પસાર કરાયેલ કોઈપણ ઠરાવ ઇઝરાયેલ અને ગાઝામાં હિંસા માટે હમાસને દોષી ઠેરવે છે તેની ખાતરી પર પણ વાત કરી હતી. તે જ સમયે, રશિયાના પ્રસ્તાવમાં ગાઝામાં યુદ્ધવિરામ પર ધ્યાન કેન્દ્રિત કરવા કહેવામાં આવ્યું હતું. ગાઝામાં યુદ્ધવિરામની હાકલ કરતા રશિયાના ઠરાવની તરફેણમાં ચાર મત પડ્યા હતા, જેમાં રશિયા અને ચીન પણ સામેલ છે. યુએસ અને બ્રિટને ઠરાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું, જ્યારે અન્ય નવ સભ્યો ગેરહાજર રહ્યા હતા. જો રશિયન દરખાસ્તને મંજૂર કરવા માટે પૂરતા મત મળ્યા પરંતુ અમેરિકાએ તેને વીટોનો ઉપયોગ કર્યો હતો.