વર્ષ 2008માં વિજયભાઈ વાળા, મિતેષ ઉદ્દેશી અને દેવુભાઈ લુણાગરીયા દ્વારા સુરભિની શરૂઆત
હાલ નવરાત્રી ચાલી રહી છે ત્યારે રાજકોટમાં ઘણા બધા રાસોત્સવ યોજાયા છે પરંતુ દરેકના મોઢે સુરભિનું નામ અચૂક લેવાય છે લોકો પ્રથમ પસંદ હંમેશ સુરભિ હોય છે તો આવો જાણીએ અબતક સુરભિની શરૂઆત કઈ રીતે થઈ? રાજકોટ નહીં પરંતુ સૌરાષ્ટ્રના સૌથી મોટા અને અપ્રતિમ અર્વાચીન દાંડિયા રાસ અબતક સુરભિની વાત કરીએ તો વર્ષ 2008માં આ રાસોત્સવની શરૂઆત થઈ.
- Advertisement -
વિજયભાઈ વાળા જેતપુર રાજ પરિવારના વંશજ
અબતક સુરભિ રાસોત્સવના મુખ્ય આયોજક વિજયભાઈ વાળા જેતપુર રાજ પરિવારના વંશજ છે એક રોયલ પરિવારમાંથી આવતા વિજયભાઈ વાળા પાસે વહીવટી ક્ષેત્રનો જબરો અનુભવ છે તેથી અબતક સુરભિ રાસોત્સવને એક અલગ ઊંચાઈએ લઈ ગયા છે.
કલાકારોનો સુરીલો અવાજ ખેલૈયાઓના હૃદય સુધી પહોંચાડી થનગનવા મજબુર કરતી સાઉન્ડ સિસ્ટમ એટલે ‘સૌરાષ્ટ્ર સાઉન્ડ’
સૌરાષ્ટ્ર સાઉન્ડના અર્જુન મેર કહે છે કે, સાઉન્ડ સિસ્ટમનું રાસોત્સવમાં ખૂબ જ મહત્વ છે જે કલાકારોનો સુરીલો અવાજ ખેલૈયાઓના હૃદય સુધી પહોંચાડે છે અને સૂરના તાલે થનગનવા માટે મજબૂર કરી દે છે. જેના સથવારે ખેલૈયાઓ સિક્સ સ્ટેપ, ટીટોળો, ડાકલાની રમઝટ બોલાવી મા જગદંબાની આરાધના કરે છે.
- Advertisement -
રાસ-ગરબાના આયોજનને નવી દિશા દેખાડનાર સુરભિ: સૌ પ્રથમ બાઉન્સરની શરૂઆત અહીંથી થઈ
આયોજક દેવુભાઈ લુણાગરિયાની દીકરી સુરભિના નામ પરથી ‘સુરભિ રાસોત્સવ’નું નામ રખાયું
ત્રણ મિત્રોઓ મળીને આ સુરભિ રાસોત્સવની શરૂઆત કરી. ત્યારે અર્વાચીન દાંડિયા રાસનો ક્રેઝ નહીંવત હોવાથી રાસોત્સવ માટે ખૂબ જ સ્ટ્રગલ પણ કરવી પડી. વિજયભાઈ વાળા, દેવુભાઈ લુણાગરીયા અને મિતેષ ઉદ્દેશીએ મળીને રાસોત્સવની શરૂઆત કરી. દેવુભાઈ લુણાગરીયાના દીકરી સુરભિના નામ પરથી સુરભિ રાસોત્સવ નામ રખાયું. અબતક સુરભિ રાસોત્સવના મુખ્ય આયોજક વિજયભાઈ વાળા સાથે વાતચીતમાં જણાવ્યું કે, વર્ષ 2011 સુધી ખૂબ જ સ્ટ્રગલ કરવું પડ્યું કારણ કે, વાલીઓ અર્વાચીન દાંડિયા રાસ પર ભરોસો ઓછો કરતા હતા. ત્યારપછી અમે આ વિચાર બદલ્યો. સંપૂર્ણ પારિવારીક માહોલ થાય તે માટે અમે બાઉન્સરની ટીમ રાખી. અર્વાચીન રાસ-ગરબાને નવી દિશા આપી. જડબેસલાક સિક્યુરીટી અને સેફ્ટીના લીધે વાલીઓનો ભરોસો વધ્યો અને પોતાની દીકરીઓને અહીં રમવા માટે મોકલતા થયા. વર્ષ 2008થી લઈને 2023 સુધીમાં અબતક સુરભિમાં ઘણા ફેરફારો થયા. સ્ટેડિયમ પ્રમાણે બેઠક વ્યવસ્થા પણ રાખવામાં આવી. ત્યારબાદ સુરભિ રાસોત્સવમાં મીડિયા પાર્ટનર તરીકે અબતક જોડાયું. અગાઉ રાસોત્સવમાં લાગવગથી નંબર આવતા પરંતુ અબતક સુરભિમાં દાંડિયા પ્લેયર રહી ચુકેલા લોકો જ જજ તરીકે રાખવામાં આવ્યા જેથી ખેલૈયા માટે તટસ્થ નિર્ણય લઈ શકે.
સુરભિ રાસોત્સવના પાયાના પત્થર
સુરભિ રાસોત્સવના પાયાના પત્થરની વાત કરીએ તો સંજયભાઈ રાચ્છ, પંકજભાઈ સખીયા, ગૌરાંગ બૂચ, વિશાલ ભટ્ટ, હિરેન સોની, ભાવેશ ભાડેસીયા, જીગર ભટ્ટ, જીગર શાહ, હિરેન અકબરી, ભૂપેશ ત્રિવેદી, વિપુલ સોલંકી, અજય પાબારી શરૂઆતથી જ સુરભિ સાથે જોડાયેલા છે.
સુરભિ રાસોત્સવની ટીમ
સુરભિ રાસોત્સવમાં સિક્યુરીટી હેડ- હરદિપભાઈ વાળા, રિધમ- ઈમરાન કાનીયા, મેનેજમેન્ટ- જીલ એન્ટરટેઈનમેન્ટ (તેજસ શીશાંગીયા), સિક્યુરીટી ચેકિંગ- હીરેન અકબરી ગેટ પરની વ્યવસ્થા- હરેશભાઈ પાઠકની ટીમ સેવા આપી રહી છે.
39 લેડિઝ-જેન્ટ્સ બાઉન્સર્સની સિક્યોરીટી ટીમ
સૌ પ્રથમ વખત લેડિઝ અને જેન્ટ્સ બાઉન્સરની વ્યવસ્થા અને ગ્રાઉન્ડ પર નેટ પાથરવાની શરૂઆત અબતક સુરભિ રાસોત્સવમાં થઈ હતી. ત્યારપછી તમામ રાસોત્સવના આયોજકોએ અનુસરણ કર્યું. 20 જેન્ટ્સ, 4 લેડિઝ બાઉન્સર અને 15 સિક્યોરીટી ગાર્ડ સંપૂર્ણ રીતે સુરક્ષાની જવાબદારી સંભાળી રહ્યા છે.