સર્વ સમાજના બહેનોને આજે રાસ રમવાનું જાહેર નિમંત્રણ
ખાસ-ખબર સંવાદદાતા
સરદારધામ યુવા સંગઠન એવમ નવરાત્રિ આયોજન સમિતિના ઉપક્રમે કોકોનેટ કાઉન્ટરી પાર્ટી પ્લોટ સામે, ન્યુ 150 ફૂટ રીંગ રોડ પર ચાલી રહેલા સરદારધામ નવરાત્રિ રાસોત્સવમાં ગઈકાલે ગુરુવારે સર્વ સમાજની બાળા, યુવતી, મહિલાઓને નિ:શુલ્ક પ્રવેશ આપી રાસે રમાડવામાં આવ્યા હતા. સિનિયર-જુનિયર કેટેગરીમાં ઉત્કૃષ્ઠ ખેલૈયા અને વેલડ્રેસ વિજેતાઓને સોનાની ગીની અને ચાંદીના બિસ્કીટ ઉપરાંત અન્ય ખેલૈયાઓને સરપ્રાઇઝ ઈનામ આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આજે શુક્રવારે પણ સર્વ સમાજના બહેનોને નિ:શુલ્ક પ્રવેશ આપવાની સંસ્થાના પ્રમુખ જીતુભાઈ સોરઠીયાએ જાહેરાત કરીને બહેનોને રાસોત્સવમાં ઉમટી પડવા હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.
પાંચમા નોરતે ખેલૈયાઓથી ભરેલા ગ્રાઉન્ડમાં સર્વ સમાજની યુવતીઓએ પરંપરાગત ગરબા અને અર્વાચીન ધૂન પર ફ્રી સ્ટાઇલ રાસમાં જમાવટ કરતાં એક તબક્કે નિર્ણાયકોને પણ ખેલૈયાઓની પસંદગી કરવા ભારે જહેમત કરવી પડી હતી. આયોજક જીતુભાઈ સોરઠીયાએ પણ આ તકે સરપ્રાઇઝ ગિફ્ટ આપીને ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર ખેલૈયાઓ નિરાશ કર્યા ન હતાં અને સોના ચાંદીના રેગ્યુલર પુરસ્કાર ઉપરાંત સરપ્રાઇઝ ગિફ્ટથી ખેલૈયાઓને નવાજ્યા હતા.
- Advertisement -
સિનિયર કેટેગરીમાં સાહિલ મેઘાણી, હિરનીશા વેકરીયા, મિત ભંડેરી, ઈશિતા વેકરીયા, ધ્રુવ લુણાગરિયા, નેન્સી કથીરીયા, જીતુ સોરઠીયા, બંસી ગઢિયા, ખુશી સાંગાણી અને નિરાલી સોરઠીયા તેમજ વેલડ્રેસ સિનિયરમાં ત્રીપસન પટેલ, દ્રષ્ટિ બાલધા, કરણ રામાણી, બંસી કોડીનરિયા, પિયુષ કામાણી, પ્રજ્ઞા, જુનિયર કેટેગરીમાં અંશ ટીલવા, નીલ માખણસા, યશ લુણાગરિયા, જીયા રાંક, રૂપા સોરઠીયા, માહી પટોડિયા, રાજવી સોરઠીયા, માહી ગોંડલિયા, જીયા ઠુંમર, જુનિયર વેલડ્રેસમાં પ્રિન્સ ડાંગરિયા, ત્રિશા જીંજરિયા, યોગી ગઢિયા, જીલ અમિપરા,હિર કેશિયા અને કોમલ કુંગશીયા પસંદગી પામ્યા હતા.
પાંચમા નોરતે મગનભાઈ સોરઠીયા, ચેતન હીરપરા, લક્ષ્મણ સાકરીયા, સરદાર ધામ ટ્રસ્ટીઓ જગજીવનભાઈ સખીયા, શૈલેષ સગપરિયા, સંજયભાઈ ત્રાપાસિયા, વસંતભાઈ લીંબાસિયા તથા પ્રિતેશ ભુવા, અશોકગીરીબાપુ, રસીકગીરી બાપુ, પરેશ પીપળીયા, ડો. સનદકુમાર, વલ્લભભાઈ લીંબાસીયા, ગોરધનભાઈ લિંબાસિયા સહિતના સામાજિક, રાજકીય, ધાર્મિક અગ્રણીઓએ સરદારધામ રાસોત્સવને માણ્યો હતો અને આયોજક જીતુભાઈ સોરઠીયાના ઉત્કૃષ્ઠ પ્રયાસને બિરદાવ્યો હતો.