વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વૈશ્વિક સમુદ્રી ભારત શિખર સંમમેલનના ત્રીજા સંસ્કરણનું ઉદઘાટન કર્યુ હતુ. તેમણે શિખર સંમ્મેલનમાં સમગ્ર મહાનુભવોનું સ્વાગત કર્યુ હતુ. તેમણે કહ્યું ક, આજે નવી વિશ્વ વ્યવસ્થા આકાર લઇ રહી છે, અને આ બદલતી વિશ્વ વ્યવસ્થામાં દુનિયા નવી આકાંક્ષાઓની સાથે ભારતની તરફ જોઇ રહી છે.
વડાપ્રધાન મોદીએ 23,000 કરોડથી વધારે રૂપિયાની પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો છે. તેમણે કહ્યું કે, ગ્લોબલ મૈરીટાઇમ ઇન્ડિયા સમિટના ત્રીજા સંસ્કરણમાં હું તમારા બધાનું સ્વાગત કરૂ છું. આ પહેલા અમે વર્ષ 2021માં મળ્યા હતા, ત્યારે સમગ્ર દુનિયા કોરોનાની અનિશ્ચિતતાથી ઘેરાયેલી હતી. ત્યારે કોઇ પણ જાણતું નહોતું કે કોરોના પછી આ વિશ્વ કેવું હશે, પરંતુ આજે દુનિયામાં કોઇ નવી રીતે આકાર લઇ રહી છે.
- Advertisement -
Addressing the Global Maritime India Summit 2023. https://t.co/Mrs2rjFxoW
— Narendra Modi (@narendramodi) October 17, 2023
- Advertisement -
આ બદલતા વૈશ્વિક ઓર્ડરમાં સમગ્ર વિશ્વ ભારતની તરફ કોઇ નવી આકાંક્ષાઓ તરફ જોઇ રહી છે. આર્થિક સંકટથી ઘેરાયેલી સમગ્ર દુનિયામાં ભારતની અર્થવ્યવસ્થા સતત મજબૂત બની રહી છે. એ દિવસ દૂર નથી જયારે ભારત દુનિયાની ટોપ- 3 આર્થિક તાકાતમાંની એક હશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ઇતિહાસ સાક્ષી છે કે ભારતની મૈરીટાઇમ ક્ષમતા મજબૂત બની રહી છે. દેશ અને દુનિયાના સૌથી મોટો લાભ છે. આ વિચારની સાથે છેલ્લા 9 વર્ષથી આ સેક્ટર સશક્ત કરવા માટે યોજનાબદ્ધ રીતે કામ કરી રહ્યું છે. હાલમાં ભારતની પહેલ પર એક નિર્ણય લેવામાં આવ્યો કે, જે 21મીં સદીમાં દુનિયાભરની મૈરીટાઇમ ઇન્ડસ્ટ્રીના કાયાપલટનું સામર્થ્ય રાખે છે. જી-20 સમિટ દરમ્યાન ઇન્ડિયા-મિડિલ ઇસ્ટ-યૂરોપ ઇકોનોમિક કોરિડોર પર ઐતિહાસિક સહમતિ બનાવે છે. સૈંકડો વર્ષ પહેલા સિલ્ક રૂટને વૈશ્વિક વ્યાપારને ગતિ આપી હતી, જે દુનિયાના કેટલાય દેશોના વિકાસનો આધાર બન્યો હતો. આ ઐતિહાસિક કોરિડોર પણ ક્ષેત્રિય અને વૈશ્વિક વ્યાપારની તસવીર બદલી નાખશે.
#WATCH | PM Modi says, "I welcome you all to the third edition of the Global Maritime India Summit (GMIS) 2023…Today a new world order is taking shape and in this changing world order, the world is looking at India with new aspirations." https://t.co/IwtMMojyMb pic.twitter.com/Y0BILn6pGN
— ANI (@ANI) October 17, 2023
તેમણે વધુમાં કહ્યું કે, આજનું ભારત આવનારા 25 વર્ષોમાં વિકસિત હોવાના લક્ષ્ય પર કામ કરી રહ્યા છે. અમે દરેક સેક્ટરમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી રહ્યા છીએ. અમે મેરીટાઇમ ઇન્ફ્રાસ્ટ્રકચરના સમગ્ર ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે સતત કામ કરી રહ્યા છીએ. પોર્ટ ક્નેક્ટિવિટીને મજબૂત કરવા માટે અમે હજારો કિલોમીટરના નવા રસ્તા બનાવશું. સાગરમાલા પરિયોજનાથી પણ અમારા તટિય ક્ષેત્રના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા જઇ રહ્યા છીએ. આ સમગ્ર પ્રયાસ રોજગાર સૃજન અને ઇઝ ઓફ લિવિંગમાં કેટલાય અંશે વધારો કરશે. મેરીટાઇમ ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે ભારતમાં વિશ્વની સૌથી મોટી રિવર ક્રૂઝની સર્વિસની શરૂઆત કરી છે. ભારત પોતાના અલગ-અલગ બંદરો પર આની સાથે જોડાયેલા કેટલાય પ્રોજેક્ટો પર કામ કરી રહ્યું છે.
Towards a brighter future via the maritime sector. Hon'ble PM Shri @narendramodi ji inaugurates the #GlobalMaritimeIndiaSummit 2023 in Mumbai. https://t.co/qHAdaUGMw8
— Sarbananda Sonowal (@sarbanandsonwal) October 17, 2023
કેન્દ્રિય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું કે, મુંબઇમાં શરૂ થનારા સંમ્મેલનમાં 10 લાખ કરોડ રૂપિયાના રોકાણ અને 300થી વધારે કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. ભારત નિશ્ચિત રૂપે એક અગ્રણી સમુદ્રી રાષ્ટ્ર બનવા જઇ રહ્યું છે. છેલ્લા 9 વર્ષોમાં બંદર અને જળમાર્ગ મંત્રાલયમાં જે પ્રગતિ આવી છે, તે વડાપ્રધાન મોદીના માર્ગદર્શનના કારણે સંભવ બની છે. ભારત સરકારના કેટલાય વરિષ્ઠ મંત્રી વિભિન્ન ચર્ચાઓમાં આ ત્રણ દિવસીય શિખર સંમ્મેલનમાં ભાગ લેશે, આ સિવાય વિભન્ન દેશોના પ્રમુખ સમુદ્રી કંપનીઓના સીઇઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.