2 ઇંચ વરસાદ પડતા ગેસ લાઈન, ભૂગર્ભ લાઈનના લીધે વાહનો ફસાયા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં ગઈકાલ એક કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકતા શહેરના રસ્તા પર પાણી ભરાય ગયા હતા જયારે શહેરમાં ચાલતા ભૂગર્ભ ગટર અને ગેસ લાઈન ના કારણે માટી થતા કપચી થી વ્યવસ્થિત બુરાણ નહિ થતા અનેક વાહનો ખાડામાં ખુંપી ગયા હતા કિંમતી વાહનો બહાર કાઢવા ક્રેન બોલાવી રૂ.1 હાજર નો ખર્ચ થયો હતો.
- Advertisement -
શહેરના જોષીપરા અને સરદારપરા વિસ્તારનાં રસ્તાઓ પર પડેલા ખાડામાં વાહનો ફસ્તા લોકો હેરાન પરેશાન જોવા મળ્યા હતા ગેસ પાઇપ લાઈનની કામગીરીને લઈ થતું હોય છે ખોદકામ પણ અવ્યવસ્થિત આયોજનના લીધે લોકો પરેશાન થઇ રહ્યા છે જયારે રસ્તાના ખાડાના લીધે મનપા અને ગેસ કંપની એક બીજા પર જવાબદારી નાખતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો જેમાં સિનિયર સિટીઝન અને રીક્ષા ચાલકને પણ ભોગવવી પડે છે હાલાકી ભોગવી રહ્યા છે મનપા દ્વારા વિકાસના પોકળ દાવાઓનાં જીવંત પુરાવા જોવા મળી રહ્યા છે.