ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ એસટી નિગમ દ્વારા મુસાફરોને સ્વચ્છ, સુઘડ અને સારી સુવિધા મળી રહે તે માટે સ્વચ્છતા એ જ સેવાના સૂત્રને સાર્થક કરવા એસટી વિભાગ દ્વારા બસ સ્ટેશન અને બસોને વર્કશોપ ખાતે સાફ-સફાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, રોજ એસટી વર્કશોપ ખાતે 85 થી વધુ બસોને સ્વચ્છ પાણીથી ધોવામા આવે છે અને કચરા મુકત અને સ્વચ્છ બનાવવામાં આવે છે, સુઘડ અને સ્વચ્છ બસોમાં મુસાફરો પરિવહન કરી શકે તે માટે એસટી ડેપો જૂનાગઢ કાર્ય કરી રહ્યું છે.
બસ સ્ટેશનના પાર્કિંગ, વેઇટિંગ રૂમ, પ્લેટફોર્મ અને ઓફિસ પરિસર સ્વચ્છ રહે અને મુસાફરોને કોઈ મુશ્કેલી ના રહે તેની તકેદારી વર્તવામાં આવે છે.
સ્વચ્છતા ઝુંબેશ માં સ્વયંસેવી સંસ્થાઓ પણ એસટી ડેપોને સહયોગ કરી રહી છે.મુસાફરોએ મુસાફરી દરમિયાન પ્લાસ્ટિકનો કચરો જ્યાં ત્યાં ન ફેકવો અને ડસ્ટબિનમાં જ તેનો નિકાલ કરવો આ ઉપરાંત બસમાં મુસાફરી સમયે ધુમ્રપાન ન કરી અને નિગમને સહયોગ આપવા વિનંતી કરી હતી.સ્વચ્છતા અભિયાન સાર્થક થઈ શકે માટે આ કાર્યમાં દરેકે સહભાગી બનવું જોઈએ.