ખાસ-ખબર સંવાદદાતા
દીવ મોંઢ વણિક સમાજની દીકરીએ પોતાના સખત પરિશ્રમથી કોઈની પણ મદદ લીધા વિના પ્રિંકલ ધીરેનભાઈ શાહ દીવ કોલેજમાં બી.એસ.સીમાં બીજા સત્રમાં અભ્યાસ કરે છે અને કોલેજમાં એન.સી.સી.માં ગર્લ વિંગ માં સાર્જન્ટની ભૂમિકા અદા કરે છે. એન.સી.સી એ વાર્ષિક કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં દિવ કોલેજ તરફ થી 25 કેડેટ્સ સિલેક્ટ થયા હતા અને જામકંડોરણા મુકામે 10 દિવસ ના કેમ્પમાં મોકલવામાં આવ્યા હતા. આ કેમ્પ નું દિશા નિર્દેશન દિવ કોલેજના એન.સી.ઓ ધરવ બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું.આ કેમ્પ માં આવીજ રીતે વિવિધ કોલેજ માંથી કુલ 500 કેડેટ કેમ્પ માં ભાગ લઈ રહ્યા હતા. તે દરમ્યાન જામકંડોરણા ના આ કેમ્પ માં વિવિધ સ્પર્ધાઓ અને રમત ગમત નું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં પ્રિંકલે એ વોલીબોલમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને તેનું અને તેના પરિવારનું, તેના કોલેજનું નામ રોશન કર્યું છે જે ખૂબ જ ગર્વની વાત છે આના સિવાય પણ પ્રિકલએ ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.