ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે કેશોદમાં ચાલી રહેલ વલ્ડકપની મેચ પર ક્રિકેટ સટ્ટાના સોદા કરવાની બાતમી મળતા દરોડા પાડયા હતા જેમાં બે શખ્સો ઝડપાયા હતા અને અન્ય 15 લોકો ક્રિકેટ સટ્ટામાં સંડોવણી હોવાનું સામે આવતા કેશોદ પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો. આ અંગે ની વધુ વિગત પ્રમાણે કેશોદની શ્રદ્ધા સોસાયટીમાં રહેતા મહેશ કનેયાલાલ જોશી અને હિતેશ ભુપત ડાભીને પગારદાર તરીકે રાખની શ્રીલંકા પાકિસ્તાનની મેચ પર સટ્ટો રમાડતા હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચે રેઇડ કરી હતી જેમાં મહેશ કનેયાલાલ જોશી અને હિતેશ ડાભીની ઝડપી પડેલ અને સટ્ટામાં ઉપયોગ કરતા મોબાઈલ ફોન, લેપટોપ સહીત કુલ રૂ.35,600નો મુદામાલ જપ્ત કર્યો હતો આ ક્રિકેટ સટ્ટાની આઈડી હર્ષવર્ધન ઉર્ફે ભલો દેવાયત વાળા અને ધમભા જુપીટર પાસે કપાત કરાવતા હોવાનું સામે આવ્યું હતું જયારે ક્રિકેટ સટ્ટામાં અન્ય 15 લોકોના નામ ખુલ્યા હતા તેને ઝડપી લેવા વધુ કાર્યવાહી હાથ ધરી છે.