મહેફિલમાં રોજ સાથે જ બેસતા 3 શખ્સે મિત્રની 8 વર્ષની બાળકી દાનત બગાડી: દુષ્કર્મનો પ્રયાસ કર્યા બાદ હત્યા કરી નાખી
ગણતરીના દિવસોમાં જ ત્રણેય આરોપીને ઝડપી લેતી ક્રાઈમ બ્રાન્ચ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં પથ્થરથી માથું છૂંદી 8 વર્ષની માસુમ બાળાની હત્યા કરનાર 3 આરોપી ઝડપાયા છે. આરોપીઓએ ગેંગ રેપ કરવા અપહરણ કર્યું હતું. રાજકોટના લક્ષ્મીનગરમાં શુક્રવારે રાતે બાળકી રમતા – રમતા ગુમ થઈ હતી. પિતાએ શનિવારે સવારે પોલીસને જાણ કરતા અપહરણનો ગુનો દાખલ થયો હતો. શનિવારે સાંજે 4 વાગ્યા આસપાસ બાળકીના ઘરની નજીક ભક્તિનગર રેલવે સ્ટેશનના યાર્ડ વિસ્તાર પાછળ અવાવરૂ જગ્યામાંથી બાળકીનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે આ ગુનાનો ભેદ ઉકેલી ત્રણેય આરોપીને કબજે કરી લીધા છે.
વિગત મુજબ, પરપ્રાંતિય પરિવારની આઠ વર્ષની માસૂમ બાળકી શુક્રવારે રાત્રિના ઘર પાસેથી અચાનક લાપતા થયા બાદ તેની પત્થરના ઘા ઝીંકી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરી, ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી સુધીર ચૌધરી સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. બાળકીનું અપહરણ કરી જનાર શખ્સ સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગયો હતો. જેથી ક્રાઈમ બ્રાંચ પીઆઈ વાય.બી. જાડેજા, પીઆઈ બી.ટી. ગોહિલ, એસઓજી પીઆઈ જે.ડી. ઝાલા, માલવીયાનગર પોલીસના પીઆઈ એ.બી. જાડેજા, પીએસઆઇ એમ.એસ. મહેશ્ર્વરી વગેરેએ જુદી જુદી ટીમો બનાવી સીસીટીવીમાં દેખતા શખ્સને ઉઠાવી લીધો હતો. પૂછપરછ કરતા સામૂહિક દુષ્કર્મ ગુજારવાના ઈરાદે બાળાનું અપહરણ કરી હત્યા કર્યાનું બહાર વધુ બે શખસોને ઉઠાવી લેવાયા છે. બાળકીના ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં જાતીય હૂમલો થયાનું બહાર આવ્યું છે.
- Advertisement -
મુળ યુપીના પરિવારની આઠ વર્ષની બાળકી શુક્રવારે રાત્રે તેના ઘર પાસે તેના ભાઈઓ સાથે રમતી હતી તે દરમિયાન અચાનક ગુમ થઈ હતી. સીસીટીવી જોતા ફૂટેજમા બાળકીના પિતાનો મિત્ર જ હોવાનું બહાર આવતા કાઇમ બ્રાંચે મિથિલેશ નામના શખસને ઉઠાવી લઈ આકરી પૂછપરછ કરતા બાળકીના પિતા સાથે દારૂની મહેફિલો માણતા તેના મિત્રોએ જ મહેફિલ દરમિયાન દાનત બગડતા બાળાનું અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો અને ત્યા અગાઉ જ બે શખ્સ હાજર હોય સામૂહિક દુષ્કર્મ ગુજારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાળકીએ દેકારો કરતા ત્રણેય નરાધમોએ બાળકીને જવા દેશુ તો તેના પિતાને વાત કરશે તેવા ડરથી પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી હતી.