ખાસ-ખબર સંવાદદાતા
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી પરિસરમાં 17માં યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રોત્સાહન અને પ્રગતિ દ્વારા પ્રસિદ્ધિ મેળવવી તે આ યુવક મહોત્સવનું લક્ષ્ય છે ત્યારે યુવક મહોત્સવના બીજા દિવસે કુલ નવ (9) સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું જેમાં 300 થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. યુવક મહોત્સવના બીજા દિવસે એકલ શાસ્ત્રીય વાદન, ચિત્ર સ્પર્ધા, કબડ્ડી, ગોળાફેંક, કૂદ, કાર્ટુન સ્પર્ધા, એકલ સંસ્કૃત ગીત, એકલ શાસ્ત્રીય ગાન, વોલીબોલ વગેરે જેવી સ્પર્ધાઓમાં પોતાનું કૌવત દર્શાવ્યું હતું.ત્રણ દિવસ ચાલનાર આ આ યુવક મહોત્સવમાં ગુજરાત રાજ્યની 33 સંસ્કૃત કોલેજો / મહાવિદ્યાલયોના 700 જેટલા સ્પર્ધકો વિવિધ 29 સ્પર્ધાઓમાં ભાગ લેશે અને પોતાની કળા-શક્તિનો પરિચય કરાવશે.
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં 17મા યુવક મહોત્સવમાં કૌવત બતાવતા વિદ્યાર્થીઓ
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/10/સોમનાથ-સંસ્કૃત-યુનિવર્સિટીમાં-17માં-યુવક-મહોત્સવમાં-કૌવત-બતાવતા-વિદ્યાર્થીઓ-ફોટો-છે-860x573.jpg)