રાજ્યની 33 સંસ્કૃત કોલેજોના 700 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ આધુનિક સમયમાં સંસ્કૃત અને રમત-ગમતનો સમન્વય કરતાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી પરિસરમાં 17માં યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોત્સાહન અને પ્રગતિ દ્વારા પ્રસિદ્ધિ મેળવવી તે આ યુવક મહોત્સવનું લક્ષ્ય છે. આ મહોત્સવ પૂર્વે સંસ્કૃત શોભાયાત્રા યોજાય હતી. યુનિવર્સિટીના કુલપતિ પ્રો.સુકાન્ત કુમાર સેનાપતિ, વેરાવળ-પાટણ પાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાની તેમજ અગ્રણી મહેન્દ્રભાઇ પીઠિયાના હસ્તે શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીના પદાધિકારીઓ, ગુજરાતભરમાંથી પધારેલા તમામ સ્પર્ધકો, અધ્યાપકો / અધ્યાપિકાઓ અને યુનિવર્સિટી કર્મચારીગણે આ યાત્રામાં ભાગ લીધો હતો.યુવક મહોત્સવ અંગે સૌને અવગત કરેલ. મંચસ્થ મહાનુભાવો દ્વારા યુનિવર્સિટીના પ્રકાશન વિભાગ દ્વારા પ્રકાશિત બે ગ્રંથોનું વિમોચન કરવામાં આવ્યું હતું.