દેશના બીજા અને ત્રીજા ક્રમે પ્રદુષિત શહેરોમાં બિહારનું પટણા અને મુઝફફરપુર
દિલ્હીનાં પ્રદુષણમાં સુધારા લાવવા માટે છેલ્લા કેટલાંય વર્ષોથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તમામ પાબંદીઓ અને ઉપાયો છતાય દિલ્હી પ્રદુષણનાં મામલે ટોચ પર છે. રેસ્પાયરર લીવીંગ સાયન્સીઝના તાજા રિપોર્ટ અનુસાર દિલ્લી ઉપરાંત એનસીઆરનાં શહેરોમાં ફરીદાબાદ નોઈડા, ગાઝીયાબાદ અને મેરઠ પણ સર્વાધિક 10 પ્રદુષિત શહેરોમાં સામેલ છે.દેશમાં સૌથી સ્વચ્છ હવાવાળુ શહેર મિઝોરમની રાજધાની આઈઝોલ છે.
- Advertisement -
દેશનુ બીજુ સર્વાધિક પ્રદુષિત શહેર પટણા નોંધાયું છે.ત્રીજા નંબરે બિહારનું જ શહેર મુઝફફરપુર છે. જયારે ચોથા સ્થાને ફરીદાબાદ છે.ત્યારબાદ ક્રમશ: નોઈડા, ગાઝીયાબાદ, મેરીઠ, નલબાદી, ઓસનઓલ, અને ગ્વાલીયર છે. રિપોર્ટ અનુસાર અગાઉની તુલનામાં દિલ્હીની વાયુ ગુણવતામાં મામુલી સુધારો થયો છે. પરંતુ તેમ છતાં તે એક ઓકટોબર 2022 અને 30 સપ્ટેમ્બર દરમ્યાન 2023 દરમ્યાન તે સૌથી પ્રદુષીત શહેર હતું. આ સ્તર સરકારનાં સારા સ્તરથી ત્રણ ગણુ વધુ અને ડબલ્યુએચઓની સુરક્ષીત સીમાથી 10 ગણુ વધુ છે.
આ છે સૌથી સ્વચ્છ શહેર: દેશના 10 સર્વાધિક સ્વચ્છ શહેરોમાં આઈઝોલ ચિકકમંગલુર, મંડીખેડા (હરીયાણા), શિવમોંગા,, મદિકેરી, વિજયપુરા, ગદાગ, ચામરાજનગર, રાયચુર અને મેસુરુ છે. કલાઈમેટ ટ્રેન્ડસની ડિરેકટર આરતી ખોસલા જણાવે છે કે આ વિશ્લેષણથી જાણવા મળે છે કે છેલ્લા કેટલાંક વર્ષોમાં ગંગાના મેદાની વિસ્તારોમાં વાયુ ગુણવતામાં સુધારો થયો છે જોકે ભારે પ્રદુષણને જોતા આ શહેરોમાં સૌથી વધુ પીએમ સ્તરનો અનુભવ જાહેર થયો છે.એટલે પ્રદુષણ વધવાના કારણોની તપાસ કરવાની જરૂર છે.