મૃતકોમાં માઇનિંગ કંપની રિયોઝીમના માલિક હરપાલ રંધાવા અને તેમના પુત્ર સામેલ
ખાસ-ખબર સંવાદદાતા
દક્ષિણ પશ્ર્ચિમ ઝિમ્બાબ્વેમાં હીરાની ખીણ પાસે ટેકનિકલ ખામીને કારણે ખાનગી વિમાન ક્રેશ થતાં તેમાં સવાર ભારતીય અબજપતિ અને તેમના પુત્ર સહિત કુલ છ લોકોનાં મોત થયા છે તેમ મીડિયાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
સોનું, કોલસા, નિકલ અને કોપરનું ઉત્પાદન કરતી રિયોઝીમ નામની માઇનિંગ કંપનીના માલિક હરપાલ રંધાવા અને તેમના પુત્ર તથા ચાર લોકો ખાનગી વિમાન ક્રેશ થઇ જવાના કારણે મૃત્યુ પામ્યા છે. તેમનું વિમાન માશાવા, આઇહરારેના ઝવામહાન્ડે વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.રિયોઝીમની માલિકીનું સેસના 206 એરક્રાફટ હરારેથી મુરોવા હીરા ખીણ તરફ જઇ રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના સર્જાઇ હતી.
એક જ એન્જિન ધરાવતુ આ વિમાન મુરોવા ડાયમંડ ખીણની પાસે દુર્ઘટટનાગ્રસ્ત થયું હતું. જેની આંશિક માલિકી રિયોઝીમ પાસે છે.ઝવામાહાન્ડે વિસ્તારમાં પીટર ફાર્મમાં પડતા પહેલા વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા વિમાનમાં હવામાં જ વિસ્ફોટ થયો હતો. દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ છ લોકોનાં મોત થયા છે.