લોકોને કાયમી સ્વચ્છતા આગ્રહી બનાવા માટે પ્રેરિત કરાયા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સ્વચ્છતાના આગ્રહી એવા પૂજ્ય ગાંધીજીની જન્મ જયંતી પૂર્વે સ્વચ્છતા હી સેવાની નેમ સાથે જૂનાગઢ તાલુકાના મજેવડી ગામે ધારાસભ્ય સંજય કોરડીયા સહિતના મહાનુભાવોએ ગામના જાહેર સ્થળ એવા ચોક, શેરીઓ, સ્કૂલ સહિતની જગ્યાએ સફાઈ હાથ ધરી સ્વચ્છતા માટેના અભિયાનમાં મહાશ્રમદાન કર્યું હતું. આ સાથે લોકોને વર્ષમાં 100 કલાક સ્વચ્છતા માટે મહાશ્રમદાન કરવા માટે શપથ લેવડાવવામાં આવ્યાં હતા. જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં એક તારીખ, એક કલાક એકી સાથે મહાશ્રમદાન કરી લોકોને રોજિંદા જીવનમાં સ્વચ્છતાને કાયમી હિસ્સો બનાવે અને જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવે તે માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.આ શ્રમદાન કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ,પી. જી. પટેલ, શ્રીમતી મંજુલાબેન ઢોલરીયા, રાજેન્દ્ર ઠાકોર, સરપંચ શ્રીમતિ દર્શનાબેન સુરીલભાઈ પોંકીયા, ઉપસરપંચ સુરીલભાઈ પોંકિયા, આગેવાનો અને ગ્રામજનો સહિતના લોકો જોડાયા હતા.