ખાસ-ખબર સંવાદદાતા
મોરબીની માધાપરવાડી ક્ધયા શાળામાં વિદ્યાર્થીનીઓના સર્વાંગીણ વિકાસ માટે અનેકવિધ સહ અભ્યાસિક પ્રવૃતિઓ કરાવવામાં આવે છે અને વિશિષ્ટ દિવસોની વિશિષ્ટ રીતે ઉજવણી પણ કરાવવામાં આવે છે. બાળકોને શાળાએ આવવું ગમે, રોકાવું ગમે, ભણવું ગમે એવી અનેકવિધ પ્રવુતિઓ અહીં કરાવવામાં આવે છે ત્યારે વિશ્વના સૌથી મોટા સંગઠન રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની ભગિની સંસ્થા ભારત વિકાસ પરિષદ – મોરબી શાખા દ્વારા વિદ્યાર્થીઓ માટે ’ભારત કો જાનો’ જીલ્લા કક્ષાની ક્વીઝ કોમ્પિટિશનનું આયોજન નીલકંઠ વિદ્યાલય મોરબી ખાતે કરવામાં આવ્યું હતું. આ ક્વીઝ કોમ્પિટિશનમાં ધો. 6 થી 8 ના વિભાગમાં હેન્સી પરમાર અને વંદના પરમારે સર્વોત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરી પ્રાંત કક્ષાની સ્પર્ધા માટે પસંદગી મેળવીને શાળાનું અને પરીવારનું ગૌરવ વધાર્યું હતું. આ કોમ્પિટિશનમાં ભારત વિકાસ પરિષદના અધ્યક્ષ ડો. જયેશ પનારા અને મંત્રી હિંમતભાઈ મારવણીયા સહિતના પદાધિકારીઓએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ શાળા કક્ષાએ જયેશભાઈ અગ્રાવતે બંને બાળાઓને જરૂરી સાહિત્ય પૂરું પાડ્યું હતું અને કવિઝ કોમ્પિટિશનમાં બાળાઓ સાથે જિલ્લા કક્ષા સુધી જોડાયા હતા.