શહેરની મધ્યના રેલ ફાટકોમાં અંડરબ્રિજ બનશે – એડવોકેટ સંઘવી
શહેરના રેલવે ફાટકના સળગતા પ્રશ્ર્ને RTIમાં માહિતી માંગતા જવાબો સામે આવ્યા: રેલવે અધિકારીએ ડિઝાઇન મુજબ કામ થવાનું જણાવ્યું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરની માધ્યમથી પસાર થતી દેલવાડા અમરેલી મીટર ગેજ રેલવે લાઈનના સળગતા પ્રશ્ર્ને વનમેન આર્મી ના એડવોકેટ કિરીટભાઈ સંઘવીએ ખાસ ખબર સાથેની વાતચિત કરતા જણાવ્યું હતું કે શહેરમાંથી પસાર થતી મીટર ગેજ રેલવે લાઈન પર કુલ 7 જેટલા રેલવેના ફાટકો આવેલ છે અને ફાટકો કેવી રીતે દૂર થશે અને ત્યાં શું બનશે તે બાબતે છઝઈંમાં માહિતી માંગી હતી તેમાં જણાવ્યું હતું કે જે પ્લાનની ડિઝાઇન બનાવામાં આવી છે તે મુજબ રેલ ફાટકોમાં અંડરબ્રિજ બનાવની માહિતી સામે આવી હતી અને આ બાબતે જૂનાગઢ, ભાવનગર અને મુંબઈ વેસ્ટર્ન રેલવે અધિકારી સાથે ગઈકાલ સુધીજે વાત થઇ તેમાં પણ અંડરબ્રિજ બનાવની વાત કરી હતી આમ હવે શહેરની મધ્યમાં અંડરબ્રિજ બનશે તો શહેર બે ભાગમાં વેચાઈ જશે તેમ જણાવ્યું હતું.
જૂનાગઢ શહેરનો ટ્રાફિક પ્રશ્ર્ન એ સળગતો પ્રશ્ર્ન છે જેના માટે એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે અને આ સમિતિ દ્વારા શહેરની મધ્યમાંથી પસાર થતી મીટર ગેજ રેલવે લાઈન મુદ્દે લડત ચલાવી રહી છે ત્યારે સમિતિ દ્વારા એક એવું સૂચન પણ કર્યું હતું કે મીટર ગેજ રેલવે લાઈનને શાપુરથી પ્લાસવા સુધી જોડીને બ્રોડગેજ રેલવે લાઈન નું નિર્માણ થાય આ બાબતે સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ પણ રાજ્ય કક્ષાના રેલ મંત્રી દર્શનાબેન જરદોશને પણ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું છતાં હજુ પણ રેલ તંત્ર દ્વારા જે પ્લાન મંજુર થયો છે તે મુજબ કાર્યવાહી થશે તેવું એડવોકેટ કિરીટ ભાઈ સંઘવીને જણાવ્યું હતું.
વધુમાં કિરીટભાઈ એ જણાવતા કહ્યું કે જૂનાગઢ શહેરમાં જે હયાત મીટર ગેજ લાઈન છે અને તેજ લાઈન પર જો બ્રોડગેજ લાઈન રૂપાંતરિત થશે અને તેની સાથે શહેરના જે રેલ ફાટકો આવેલા છે ત્યાં અંડરબ્રિજનું નિર્માણ થશેતો ચોમાસા દરમિયાન અંડરબ્રિજમાં પાણી ભરાઈ જશે અને શહેર બે ભાગમાં વેચાઈ જશે અને શહેરીજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવશે જેમાં ખાસ વંથલી દરવાજા, તળાવ દરવાજા અને જયશ્રી ફાટક સાથે ભૂતનાથ ફાટક પર સતત લોકોની અવર જ્વર હોય છે જેના લીધે ચોમાસાની સીઝનમાં શહેરની ઉપરથી આવતું પાણી થકી અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થશે જેના લીધે શહેર બે ભાગમાં વેચાઈ જશે અને લોકોની મુશ્કેલીમાં વધારો થશે આ બાબતે ઊંચ અધિકારી સાથે વાતચીત કરતા તેને પણ કોઈ પ્લાન કે ડિઝાઇનમાં ફેરફાર થયો નથી તેમ જણાવ્યું હતું.
- Advertisement -
જો શહેરની મધ્યમાં અંડરબ્રિજનું નિર્માણ થશે તો પારાવાર મુશ્કેલી સર્જાશે
જૂનાગઢ શહેર એક ઢાળ પર વસેલું શહેર છે અને શહેરની ભૌગોલિક પરિસ્થિતિનો ખ્યાલ ચોમાસાની સીઝનમાં જોવા મળેછે જયારે ગિરનાર અને દાતારના પહાડો અથવા ભવનાથ તળેટીમાં ભારે વરસાદ પડે તેનું સીધું પાણી શહેર તરફ આવેછે તે આ ચોમાસાની ઋતુમાં લોકેએ નજરે જોયું છે જેરીતે પાણીના પ્રચંડ પ્રવાહે શહેરના અનેક ભાગોને તહેસ નહેસ કરી નાખ્યો હતો ત્યારે હવે જો શહેરની મધ્યમાં આવેલ રેલવે ફાટકો દૂર કરીને જો અંડરબ્રિજ બનશે તો અંડરબ્રિજમાં પાણી ભરાવાથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે અને શહેર બે ભાગમાં વેચાઈ જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.