શ્રીલંકાએ છેલ્લા બોલ પર પાકિસ્તાનને બે વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો, ત્યારે શ્રીલંકાની જીતની ઉજવણીના વીડિયોમાં બાબર આઝમની પ્રતિક્રિયા પણ વાયરલ થઈ રહી છે
સુપર-4માં પાકિસ્તાન અને શ્રીલંકાને હરાવીને ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચી ગઈ છે. જ્યારે બાંગ્લાદેશ પાકિસ્તાન અને શ્રીલંકા સામે હારીને પહેલા જ ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું હતું. આવી સ્થિતિમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે 14 સપ્ટેમ્બરે રમાયેલી સુપર-4 મેચ સેમી ફાઈનલથી ઓછી નહોતી.પાકિસ્તાને છેલ્લી બે ઓવરમાં જોરદાર વાપસી કરી હતી પરંતુ ચારિત અસલંકાએ પાકિસ્તાન ક્રિકેટ ટીમ અને ચાહકો બંનેના દિલ તોડી નાખ્યા હતા. છેલ્લા બોલ પર શ્રીલંકાને જીતવા માટે બે રનની જરૂર હતી અને અસલંકાએ જમાન ખાનના બોલ પર બે રન બનાવી લીધા હતા.
- Advertisement -
Look at the reaction of babar azam after last ball 😭💔#AsiaCup2023 pic.twitter.com/cate2stPgp
— Shehzad Ahmad (@CEShehzad123) September 14, 2023
- Advertisement -
શ્રીલંકાની જીત પર બાબર આઝમના રિએક્શન વાયરલ
જો કે આ દરમિયાન પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમના ચહેરાનો રંગ ફિક્કો પડી ગયો. શ્રીલંકાની જીતની ઉજવણીના વીડિયોમાં બાબર આઝમની પ્રતિક્રિયા પણ વાયરલ થઈ રહી છે, જેને લોકો વારંવાર જોઈ રહ્યા છે.
મેચની વાત કરીએ તો પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરી
એશિયા કપ 2023 ના સુપર-4 ની મહત્વપૂર્ણ મેચમાં, શ્રીલંકાએ પાકિસ્તાનને 2 વિકેટથી હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ડીએલએસના નિયમો અનુસાર આ મેચમાં શ્રીલંકાને 252 રનનો ટાર્ગેટ હતો જે તેણે 42 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ટીમની આ જીતમાં કુસલ મેન્ડિસે બેટથી મહત્વની ભૂમિકા ભજવી હતી અને 91 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે ચરિથ અસલંકાએ પણ 49 અણનમ રન બનાવ્યા હતા.
One of the most thrilling conclusions in ODI history!
Sri Lanka emerged victorious against Pakistan😂, effectively eliminating them from the Asia Cup. #PAKvsSL#AsiaCup23 #BabarAzampic.twitter.com/ZXvkrbo82m
— Shubham Tiwari 🇮🇳 (@shubham84777556) September 15, 2023
શ્રીલંકાની ટીમ 17 સપ્ટેમ્બરે ભારત સામે ટાઈટલ મેચ રમશે
આ મેચમાં શ્રીલંકાની ટીમને જીતવા માટે છેલ્લી ઓવરમાં 8 રન બનાવવાના હતા, જેમાં પ્રથમ 3 બોલમાં માત્ર 2 રન જ બન્યા હતા. શ્રીલંકાએ ચોથા બોલ પર તેની 8મી વિકેટ ગુમાવી હતી. હવે શ્રીલંકાને જીતવા માટે છેલ્લા 2 બોલમાં 6 રન બનાવવાના હતા. અસલંકાએ પાંચમા બોલ પર ચોગ્ગો માર્યો અને છેલ્લા બોલ પર 2 રન લઈને ટીમને ફાઈનલમાં લઈ ગઈ હતી. હવે શ્રીલંકાની ટીમ 17 સપ્ટેમ્બરે ભારત સામે ટાઈટલ મેચ રમશે.