લીબિયામાં સુનામીના કારણે 20 હજારથી વધારે લોકોના મોત થયા હોવાની આશંકા છે. આ વચ્ચે અથોરિટીઝનું કહેવું છે કે આ ઘટનાઓની તપાસ કરવામાં આવે. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ પણ નથી મળી રહ્યા.
લીબિયામાં સુમુદ્રમાં આવેલી સુનામીના કારણે 20 હજારથી વધારે લોકોના મોત થયા હોવાની આશંકા છે. આ વચ્ચે ઓથોરિટીઝનું કહેવું છે કે આ ઘટનાઓની તપાસ કરવામાં આવે. લીબિયાના આધુનિક ઈતિહાસની આ સૌથી મોટી સુનામી છે. જેમાં મૃત્યુ પામેલ લોકોના મૃતદેહ પણ નથી મળી રહ્યા.
- Advertisement -
#Libia🇱🇾 Ascienden a más de 3.000 muertos, alrededor de 10.000 desaparecidos y 20.000 familias desplazadas tras las inundaciones provocadas por la tormenta #Daniel.
— Mauricio Orellana 🧠 (@MauriOrellanaSV) September 12, 2023
- Advertisement -
બચાવ અભિયાનમાં શામેલ લોકોનું કહેવું છે કે સુનામી આવવાના કારણે શહેરમાં પાણી ઘુસી આવ્યું હતું અને તેના પાણીની સાથે ઘણા લોકો પણ વહી ગયા. અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તેમાં મોટાભાગના લોકોના મોત થઈ ગયા છે. પરંતુ મૃતદેહની શોઘ કરવી મુશ્કેલ થઈ રહી છે. લીબિયાના ડેરના શહેરનો લગભગ અડઘો ભાગ સંપૂર્ણ રીતે તબાહ થઈ ગયો છે.
20 હજાર સુધી પહોંચી ગયો છે મૃત્યુ પામનાર લોકોનો આંકડો
ડેરના શહેરના મેયર અબ્દુલમેનામ અલ-ઘાઈઠીએ કહ્યું છે કે શહેરમાં મૃત્યુ પામનાર લોકોના આંકડા 18થી 20 હજાર સુધી પહોંચી ગયા છે. આટલું જ નહીં તેમણે કહ્યું છે કે હવે મોટી બીક એ વાતની છે કે મહામારી ફેલાઈ શકે છે. પાણીમાં મૃતદેહ સડી રહ્યા છે અને રસ્તા પર પાણીની સાથે ગંદકી વહી રહી છે. તેના કારણે બીમારીઓનો ખતરો વધી રહ્યો છે.
Terrible lo que ocurrió en #libia quede sorprendido con semejante tormenta pic.twitter.com/2vLIxa9UIQ
— Jorge (ホルヘレオナルド) (@jorgeleomunoz) September 14, 2023
આ વચ્ચે વિશ્વ હવામાન સંગઠનનું કહેવું છે કે લીબિયામાં આટલી બધી મોતને ટાળી શકાત. સંગઠનનું કહેવું છે કે લીબિયા ગયા એક દસકથી ગૃહ યુદ્ધની માર સહન કરી રહ્યું છે અને દેશમાં બે અલગ અલગ સરકારોનું શાસન ચાલી રહ્યું છે. સ્થિતિ એવી છે કે લીબિયામાં હવામાન વિભાગ જ સક્રિય નથી.
હવામાન વિભાગ નથી સક્રિય
જો દેશમાં હવામાન વિભાગ એક્ટિવ હોય તો તેની તરફથી અમુક ભવિષ્યવાણી કરવામાં આવી હોત અને પછી લોકોને બચાવી શકાયા હોત. વૈશ્વિક સંસ્થાને કહ્યું કે જો સમય રહેતા સુનામીનું અનુમાન લગાવવામાં આવ્યું હોત તો લોકોને પહેલા જ ક્યાંક શિફ્ટ કરી લેવામાં આવ્યા હોત. તેના ઉપરાંત બચાવ કાર્ય માટે પણ પુરતો સમય મળી શક્યો હોત.
#UPDATE 📸
The arrival of flood waters in #Libya was recorded minutes before the historical disaster. 🌊🌀 #درن #اعصار_دانيال#StormDaniel #dams #Flood #اعصار_دانيال #Derna #Libya #ليبيا #Daniel #Hurricane #HurricaneLee #libia pic.twitter.com/SdiVHqBlKD
— ANSHULGAUTAM (@ANSHUL__GAUTAM) September 12, 2023
આ ઉપરાંત ઘણા જાણકારોનું કહેવું છે કે ડેરમા શહેર પહેલાથી જ ખતરા પર હતું. તેને લઈને ઘણી વખત ચેતાવણી આપવામાં આવી હતી કે શહેરમાં અમુક ડેમ બનાવવામાં આવે નહીં તો સમુદ્ર કિનારે વસેલું આ શહેર ગમે ત્યારે મોટી દુર્ઘટનાનો શિકાર બની શકે છે.
હજારો પરિવાર છે એવા જેમાં કોઈ ન બચ્યુ
ડેરમા શહેરમાં આવેલી સુનામી એટલી ભયાનક હતી કે મિનિટોમાં જ વિશાળ બિલ્ડિંગો વહી ગઈ. તેમાં એવા પરિવાર છે જે સંપૂર્ણ રીતે તબાહ થઈ ગયા અને કોઈ સદસ્ય નથી બચ્યું. એક શખ્સે જણાવ્યું કે તેણે પોતાના સંયુક્ત પરિવારના 13 સદસ્યોને ગુમાવી દીધી છે.
El desastre en #Libia fue brutal. Una ola de 7 metros de altura arrasó edificios y los arrastró al mar.
Hay personas desaparecidas, cadáveres que llegan a la costa y casas destruidas.
El acceso a las zonas afectadas por la inundación es difícil debido a los daños en carreteras. pic.twitter.com/yUrzxk06FX
— CICR (@CICR_es) September 14, 2023
સુનામીની ભયાનકતાને એના દ્વારા સમજી શકાય છે કે મૃતદેહોનો સામુહિક રીતે દફનાવવામાં આવી રહ્યા છે અને જેસીબીની મદદથી કબરો ખોદવામાં આવી રહી છે. આફ્રીકી દેશ લીબિયામાં છેલ્લા 10 વર્ષોથી ગૃહ યુદ્ધની સ્થિતિ છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંપૂર્ણ રીતે પ્રભાવિત થયું છે.