એટલે કે વેદ આયુર્વેદના કાળખંડ પહેલા પણ વિશ્વની કેટલીક પ્રજાને તેની પરખ હતી
શ્રાવણ મહિનો પૂરબહારમાં ચાલી રહ્યો છે. નાનાં મોટાં શિવાલયોમાં લોકો હોંશભેર પૂજા અર્પણ કરી ધન્યભાવ અનુભવી રહ્યા છે. આવા પાવન અવસરે શિવજીને અતી પ્રિય એવા કરેણના ફૂલને કેમ ભુલાય! જોકે હું હંમેશ કહું છું તેમ આ જગતની પ્રત્યેક ખોજ પાછળનું પ્રેરકબળ આપણે છીએ તેમ માનવું ન તો કેવળ ભૂલ ભર્યું છે બલ્કે પ્રકૃતિ – ઈશ્વરના સમભાવ અને ન્યાયિક વલણનું અપમાન છે. બસ તો કરેણની બાબતમાં પણ આ વાત એટલી જ સાચી છે. વાસ્તવમાં કરેણના આ અદભૂત ફૂલને દુનિયાની અનેક પ્રજા કમ સે કમ સાત હજાર વર્ષથી ઓળખે છે અને અંગ્રેજીમાં તેને ઘહયફક્ષમયિ કહેવામાં આવે છે. કરેણનો વિસ્તાર એટલો જબરદસ્ત છે કે તેને દર્શાવવા નકશાનો ઉપયોગ કરવો પડે. કરેણના ગુણોનું ગાન કરવા ઘણું ઘણું લખી શકાય એમ છે પણ આપણે અહી સંક્ષિપ્તમાં તેનો વૈભવ જોઈએ.જ્યાંથી કરેણના અંશો મળી આવ્યા છે અને હજુ આજે પણ કરેણ જ્યાં ઉગે છે તે મોટા ભાગે જંગલી વિસ્તારો છે. સદીઓથી તે આમ જ કુદરતી રીતે ઉગતા આવ્યા છે.
- Advertisement -
ફોનેશિયા અને ફોનેશિયન વસાહતો/માર્કો પોલો ટ્રેડ રૂટ્સ
તે ભીના ભેજવાળા વિસ્તારોમાં અત્યંત સહજ રીતે ઊગવા લાગે છે. સૂર્યનો થોડો પ્રકાશ તેને જોઈએ છે પરંતુ તે તીવ્ર તાપ પણ જીરવી શકે છે. નદી કિનારે, વાડી ખેતરની આસપાસ અને નિર્જન વગડાઓમાં પણ તે જોવા મળશે. તે ડેડ સી નજીક 100 મીટરની ઉંચાઈએ, ઉત્તર આફ્રિકાના એટલાસ પર્વતો પર લગભગ 2500 મીટર સુધી ઉગી શકે છે. તેના લાંબા મૂળ છોડને ઊંડા સ્ત્રોતોમાંથી પાણી મેળવવાની તાકાત આપે છે. આમ તમે તે દરિયાકિનારાની નજીકના વિસ્તારોમાં અને ઉજ્જડ એશિયાઇ વિસ્તારોમાં પણ જોઈ શકો છો. આઉપરાંત તે સમગ્ર પૂર્વ આફ્રિકામાં જોવા મળે છે. તેની ઉત્પત્તિનો એકદમ ચોક્કસ સમય જાણવામાં સંશોધકો હજુ સુધી સફળ થયા નથી પરંતુ તેનો ઈતિહાસ કમ સે કમ સાત હજાર વર્ષ જેટલો પ્રાચીન છે. અલબત્ત, અંગ્રેજીમાં આજે જે ઓલિએન્ડર નામથી તે ઓળખાય છે, ભૂતકાળમાં તેનું તે નામ ન્હોતું.
આયુર્વેદ, બાઇબલ, પ્રાચીન હીબ્રુ સાહિત્યમાં એક પવિત્ર વનસ્પતિ તરીકે તેનો વિસ્તૃત ઉલ્લેખ છે
કરેણ અનેક ઔષધીય ગુણો ધરાવે છે પણ તે ખુબ જ ઝેરી હોવાથી તેના યોગ્ય ઉપયોગ માટે તજજ્ઞની દેખરેખ જરૂરી છે
- Advertisement -
*વનસ્પતિ ઇતિહાસકાર તરીકે વૈશ્વિક ખ્યાતિ ધરાવતા એચ ડબલ્યુ. સ્મિથે તેમના પુસ્તક મેન એન્ડ હિઝ ગોડ્સમાં ઉલ્લેખ કર્યો છે કે પ્રાચીન સામ્રાજ્યના રાજવંશના સમયગાળા (3400-2475 બીસી) દરમિયાન નાઇલની ખીણમાં તેની ખેતી કરવામાં આવી હતી. બાઇબલમાં અને ઈસુના હજારો વર્ષ પહેલાંના જ્યુઈશ સાહિત્યમાં કરેણનો વિસ્તૃત ઉલ્લેખ છે. હીબ્રુ સંતોએ રણ વિસ્તારોમાંથી સપાટ મેદાન તરફ જવાનું અભિયાન આદર્યું ત્યારે પોતાની પ્રજાને જે 4 વનસ્પતિઓ સાથે લઈ જવા આદેશ આપ્યો હતો તે માંહે કરેણ એક છે. બાઇબલમાં ઓલિએન્ડરનું બીજું સંભવિત નામ જેરીકોન રોઝ છે. ઓલિએન્ડર એ પાણીની નિશાની છે અને બેન-સિરાહના પુસ્તકમાં – તે નદી પર વાવેલા ગુલાબ જેવું છે. ઇઝરાયેલમાં જોવા મળતા ડાફના નામના છોડ સાથે સુંદર ફૂલો અને પાંદડાઓની સામ્યતાને કારણે ગ્રીક લોકો તેને ડાફના ગુલાબ કહે છે. આ વાત ઙતફભવશળ જ્ઞિમજ્ઞરક્ષય નામના પુસ્તકમાં કહેવાઇ છે. ઇઝરાયેલમાં આજે પણ તેનો ઉપયોગ ટેબરનેકલ્સના તહેવાર દરમિયાન કામચલાઉ રહેઠાણ બનાવવા માટે થાય છે. 2900-1200 બીસીના સમય ફોનિશિયનનો સમય ગણાય છે. પ્રારંભિક ફોનેશિયન વસાહતીઓ દ્વારા પશ્ચિમ યુરોપમાં ઓલિએન્ડરનો પ્રસાર થયો હોવાના અહેવાલ છે. સમગ્ર ભૂમધ્ય પ્રદેશોમાં સંશોધકોને મોકલનાર અને વસાહતોની સ્થાપના કરનાર તેઓ સૌપ્રથમ હતા. તેઓ 2900 બીસીની શરૂઆતમાં ત્યાં હતા પરંતુ 1100 બીસી સુધી તેઓ એક મહાન સમુદ્રી શક્તિ બની શક્યા ન હતા. આ ફોનેશિયન આજે ઈઝરાયલ સીરિયા અને લેબનોન પ્રદેશમાં છે. તે જાણીતું છે કે પ્રાચીન ગ્રીકો ઓલિન્ડર્સના પવિત્ર જંગલોની જાળવણી કરતા હતા અને નેરેઇડ્સના સન્માન માટે વેદીઓને તેમના ફૂલોથી સુશોભિત કરતા હતા, જેમને અચૂક માર્ગદર્શક માનવામાં આવતા હતા. ગ્રીક સમુદ્ર ભગવાન નેરેયસ અને તેની પુત્રીઓ નેરેઇડ્સ. ગ્રીક પૌરાણિક કથાઓમાં નેરિયસ સમુદ્રના જૂના પુરુષોમાંનો એક હતો, જે પોન્ટસ (ઉચ્ચ સમુદ્ર) અને ગૈયા (પૃથ્વી)નો પુત્ર હતો. તેની પત્ની ડોરિસ હતી, જે ઓશનસની પુત્રી હતી. તેઓ વિશ્વના પ્રાથમિક દળોનું પ્રતિનિધિત્વ કરતા હતા અને તેમને પરોપકારી અને હિતકારી ભગવાન માનવામાં આવતા
વાસ્તુશાસ્ત્રમાં કરેણનો છોડ ખૂબ જ શુભ માનવામાં આવે છે
ગયયિશમત 50 કે તેથી વધુ સંખ્યામાં સમુદ્રી દેવતાઓ હતા અને તેઓ સમુદ્રના અસંખ્ય મોજાઓને મૂર્તિમંત કરતા હોવાનું કહેવાય છે. આમાંથી એક એચિલીસની માતા થેટીસ હતી. તેઓ સમુદ્રના તળિયે રહેતા હોવાનું કહેવાય છે અને તેમને મોજામાં રમતા દર્શાવવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં કરેણનો છોડ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેના ફૂલો ખૂબ જ સુંદર છે. આ ત્રણ રંગોમાં જોવા મળે છે. આ છોડને ઘરના આંગણાથી બહાર યોગ્ય નક્ષત્ર અને યોગ્ય દિવસે લગાવવો જોઈએ. તેને યોગ્ય દિશામાં લગાવવાથી ઘરમાં ધન-સમૃદ્ધિ રહે છે અને આવક વધે છે. જાણો આ છોડ વિશે 10 ખાસ વાતો.
કરેણના છોડ વિશે 10 ખાસ વાતો…
1 કરેણની ત્રણ પ્રકારની પ્રજાતિઓ છે. એક સફેદ, બીજો લાલ, અને ત્રીજો પીળો. આ ત્રણેય ઘરની સુંદરતામાં વધારો કરે છે.
2 કરેણના છોડને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. દેવી લક્ષ્મીને સફેદ કરેણ ફૂલ ચઢાવવામાં આવે છે. સફેદ ફૂલોવાળું કરેણ વૃક્ષ દેવી લક્ષ્મીને પ્રિય છે.
3 કરેણના પીળા રંગના ફૂલ ભગવાન શિવને પ્રિય છે. કરેણના ઝાડ પર પીળા ફૂલોમાં ભગવાન શિવનો વાસ હોવાનું કહેવાય છે.
4 વાસ્તુશાસ્ત્ર અનુસાર કરેણનો છોડ સકારાત્મક ઉર્જાનું સર્જન કરીને શુભ માનવામાં આવે છે.
5 કહેવાય છે કે જે રીતે કરેણનું ઝાડ આખું વર્ષ ફૂલોથી ભરેલું રહે છે, તેવી જ રીતે તેને ઘરમાં લગાવવાથી આખા વર્ષ દરમિયાન ઘરમાં ધન આવે છે.
6 કરેણનો છોડ મનને શાંત રાખે છે અને વાતાવરણમાં સકારાત્મકતા લાવે છે.
7 મા લક્ષ્મીજીની પૂજામાં સફેદ કરેણના ફૂલ રાખવામાં આવે તો માતા પ્રસન્ન થાય છે અને દેશવાસીઓના ઘરે વાસ રહે છે.
8 કરેણના પીળા ફૂલોથી ભગવાન શ્રી હરિની પૂજા કરવાથી પારિવારિક સુખ મળે છે, ધનમાં વૃદ્ધિ થાય છે અને શુભ કાર્યમાં કોઈ અડચણો આવતી નથી.
9 કણેરના પાંદડા, ફૂલો અને છાલમાં અનેક ઔષધીય ગુણો હોય છે. તેના ઉપયોગથી ઘા રૂઝાય છે, તે માથાનો દુખાવો, દાંતના દુ:ખાવા અને ફોડલામાં પણ ખૂબ જ ફાયદાકારક છે.
10 બગીચાની સુંદરતા વધારવા માટે કાનેરનો છોડ પણ વાવવામાં આવે છે. ધ્યાન રાખો કે આ છોડ ક્યારેયઘરમાંનલગાવવો.