એક સમાજશાસ્ત્રી અને સમાજશાસ્ત્રના અભ્યાસમાં રહેલા વિદ્યાર્થીઓ દ્વારા કરેલ પહેલથી યુએન ને એના માટે આંતરરાષ્ટ્રીય સાયકલ દિવસ તરીકે જાહેર કરવો પડ્યો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રથમ સત્તાવાર વિશ્વ સાયકલ દિવસ ૩ જૂન ૨૦૧૮ ના રોજ ઉજવવામાં આવ્યો. આપણા ભારત દેશમાં પણ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે બાળકોથી માંડી યુવાનો અને વૃદ્ધો સાયકલ ચલાવે છે અને પોતાનું આરોગ્ય જાળવી રાખે છે. ભારતીય ટપાલ વિભાગની સમગ્ર વ્યવસ્થા સાયકલ થી ચાલતી હતી આજે પણ પોસ્ટ મેન સાયકલ દ્વારા પત્ર ઘેર પહોંચાડે છે આજે ભારતના મોટાભાગના કુટુંબો પાસે સાયકલ જોવા મળે છે.ડો.પંકજકુમાર મુછડીયા જણાવે છે કે સાયકલ ચલાવવાથી તમે સ્ટ્રોક, હાર્ટ એટેક, હતાશા ડાયાબિટીઝ,મેદસ્વીપણું અને સંધિવા જેવા ગંભીર રોગોથી બચાવવામાં મદદ કરી શકો છો. દુકાન, ઉદ્યાન, શાળા અથવા કાર્યમાં સવારી કરીને સાયકલ ચલાવવી તમારી રોજિંદામાં ફીટ થવી સરળ છે. સાયકલ એ શાળા કોલેજથી લઈને કાર્યસ્થળ સુધીની પસંદગીની સવારી છે આપણું સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે સાઇકલિંગ ખૂબ જ લાભદાયક છે. ૧૮ મી સદીના અંતમાં યુરોપિયન દેશોમાં સાયકલનો ઉપયોગ કરવાનો વિચાર આવ્યો હતો. ૧૮૧૬માં પેરિસિયન કારીગરે લાકડીનો ઘોડો નામે એક સાઈકલ બનાવી હતી. ૧૮૭૨માં આધુનિક સાઈકલની શોધ થઈ. આજે બજારમાં વિવિધ પ્રકારની વિવિધ કંપનીની સાયકલ જોવા મળે છે. રાજકોટ શહેરમાં પણ આજના દિવસે સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેમાં બાળકો યુવાનો વૃદ્ધો, દીકરા દીકરીઓ ઉત્સાહપૂર્વક ભાગ લે છે.
આજે વિશ્વ સાયકલ દિન.
You Might Also Like
Follow US
Find US on Social Medias