આનંદ સ્વીટ માર્ટમાંથી 8 લિટર દાઝીયા તેલનો નાશ: પેટિશ, પેંડા અને વેફર્સના નમૂના લેવાયા
બાલાજી શોપિંગ સેન્ટરમાંથી 3 કિલો વાસી ખજૂરનો નાશ કરાયો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ ગયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ એકટાણા-ઉપવાસ માટે ફરાળી ખાદ્ય સામગ્રીનું મોટા પ્રમાણમાં વેચાણ થવા લાગ્યું છે ત્યારે મનપાની ફૂડ શાખાએ દરોડા પાડતા ફરાળી પેટીશ, માંડવી પાક, સાબુદાણા, માવાના પેંડા, ફરાળી ભાખરી, વેફર્સ સહિતના નમૂના લેવામાં આવ્યા હતા. ફૂડ શાખા દ્વારા કુલ 35 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 06 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી તથા સ્થળ પર કુલ 40 કિલો અખાદ્ય વાસી ચીજોનો નાશ કરવામાં આવ્યો હતો.
સાબુદાણા ચેવડો (લુઝ): સ્થળ- ધારેશ્વર ફરસાણ, ભક્તિનગર સર્કલ, રાજગરાનો ચેવડો (લુઝ): સ્થળ- ગોરધનભાઈ ગોવિંદજી ચેવડાવાળા, રિધ્ધિ સિધ્ધી કોમ્પ્લેક્ષ, ફરાળી પેટીશ (લુઝ): સ્થળ- શ્રી સમર્પણ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ, વાણિયાવાડી મેઇન રોડ, ટેપિયોકા સ્ટાર્ચ (લુઝ), ફરાળી પેટીસ, સ્થળ- જલારામ ફરસાણ માર્ટ, ફરાળી પેટીશ (લુઝ): સ્થળ- અક્ષર ગાંઠિયા, ગાયત્રીનગર મેઇન રોડ, ફરાળી પેટીશ (લુઝ): સ્થળ- જય સિયારામ ફરસાણ, ગાયત્રીનગર મેઇન રોડ,ફરાળી પેટીશ (લુઝ): સ્થળ- જલીયાણા ફરસાણ, ગાયત્રીનગર મેઇન રોડ, ફરાળી પેટીશ (લુઝ): સ્થળ- બલરામ ડેરી ફાર્મ, ફરાળી પેટીશ (લુઝ): સ્થળ- જય સિયારામ ફરસાણ હાઉસ, ફરાળી ચેવડો (લુઝ): સ્થળ- જય સિયારામ ફરસાણ હાઉસ, સહકાર મેઇન રોડ ફરાળી ખાખરા : સ્થળ- શ્રી સદગુરુ સ્વીટ નમકીન, ફરાળી લોટ (લુઝ): સ્થળ- જય જલિયાણ પેટીશ, રૈયા રોડ, ફરાળી પેટીશ માટેનો બાંધેલો લોટ (લુઝ): સ્થળ- રાજ શક્તિ ફરસાણ, જ.ઊં ચોક, સહિતના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.
જ્યારે સોમેશ્વર ચોકમાં આવેલી ઉમિયાજી ફરસાણમાં લેવાયેલા 5 લિટર દાઝીયા તેલનો સ્થળ પર નાશ કર્યો હતો જ્યારે રામદેવ ડેરી એન્ડ ફરસાણમાંથી દાઝીયા તેલનો 7 કિલો લિટર, યુનિવર્સિટી રોડ પર આવેલા આનંદ સ્વીટ માર્ટમાંથી 8 લિટર દાઝીયા તેલ, રૈયા રોડ પર આવેલા બાલાજી શોપીંગ સેન્ટર, રૈયા રોડ માંથી 3 કિલો વાસી ખજૂરનો નાશ કરાયો હતો જ્યારે વૈશાલીનગર રોડ પર આવેલા માહી મિલ્ક પાર્લરમાં તપાસ કરતાં પેકિંગ પર યુઝ બાય ડેટ અને બેચ નંબર વગેરેની વિગતો દર્શાવેલ ન હોવાથી પેઢીને હાઈજીનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી.