– રાજકોટનો 4થો ક્રમ, જામનગરમાં 18 લાખમાંથી હજુ 12 નો પતો નથી
ગુજરાતમાં બાળ તસ્કરીના કિસ્સા વધી રહ્યા છે. ચાલુ વર્ષમાં જાન્યુઆરીથી જુન સુધીમાં ગૂજરાતમાંથી કુલ 1738 વ્યકિત ગુમ થઈ હતી જે પૈકી માત્ર 665 જ મળી છે. એટલે કે હજુ સુધી 1073 લોકો મળી આવ્યા નથી. ગુજરાત પોલીસે મિસીંગ પર્સન સેલ રચ્યો છે.આ સેલ લાપતા કે અપહૃત બાળકોથી માંડી પૂખ્ત વયનાં લોકોની શોધખોળ કરવાનું કામ છે.
- Advertisement -
એક વાસ્તવિકતાએ છે કે 15 થી 18 વર્ષની જે કિશોરીઓ ઘેરથી ભાગી જતી હોય છે તેમાં મોટાભાગે પ્રેમ પ્રકરણ જવાબદાર હોય છે. બદનામીના ડરથી પરિવાર ફરિયાદ નોંધાવતા ખચકાતો હોય છે.આવા કિસ્સામાં છેલ્લે સમાધાન પણ થતુ હોય છે. સરકારી વેબસાઈટમાં જાહેર થયેલી માહિતીનાં આધારે આ આંકડા સામે આવ્યા છે.ચોંકાવનારી બાબત એ છે કે જાન્યુઆરીથી જુન 2023 સુધીમાં સૌથી વધુ અમદાવાદમાં 356 લોકોનાં અપહરણ થયા છે અથવા તો ગૂમ થયા છે.આ પૈકી માત્ર 95 લોકો મળી આવ્યા છે અને 261 હજૂ લાપતા છે.
બીજા ક્રમાંકે સુરત શહેર છે.સુરતમાં 246 લોકો ગુમ થયા હતા. જેમાંથી 102 મળી આવ્યા છે.એટલે કે 144 લોકો લાપતા છે. ત્રીજા ક્રમાંકે મહેસાણા આવે છે.અહી 125 લાપતા પૈકી માત્ર 67 મળી આવ્યા છે અને 56 હજુ ગુમ છે. અપહરણ અથવા ગુમ થવાનો દર સૌથી ઓછો આહવા (ડાંગ)માં જોવા મળી રહ્યો છે. અહી માત્ર 1 વ્યકિત લાપતા છે.
ટ્રાફીક સિગ્નલ પર ભીખ માંગતા બાળકો વિશે માહિતી
શહેરના મોટાભાગનાં ચાર રસ્તા પર ભીખ માંગનાર લોકોમાં બાળકો અને મહિલાઓ દેખાતી હોય છે. આ લોકો કયાંથી આવે છે? કયં રહે છે તે બાબતની કોઈને જાણ હોતી નથી.થોડા પહેલા પહેલા ચાર રસ્તા અને ટ્રાફીક સિગ્નલ પર ભીખ માંગી રહેલા લોકોની માહીતી એકત્ર કરી તેમને ભીખ માગતા રોકવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ આ પ્રોજેકટ હાલમાં અભેરાઈ પર હોય તેવું જણાય છે.
- Advertisement -
કિશોરીઓ મહિલાઓ સૌથી વધુ લાપતા
ગુમ થયેલાઓમાં મોટેભાગે કિશોરીઓ અને મહિલાઓનો સમાવેશ થાય છે. આ પૈકી મોટાભાગનાં લોકો હ્યુમન ટ્રાફિકીંગનો શિકાર બનતા હોય છે તેવી દહેશત છે. કેટલીક ગેંગ પણ કાર્યરત છે કે જે દેહ વ્યાપાર કરાવતી હોય છે.