જૂનાગઢ ઉપરકોટ કિલ્લો અને મહાબત મકબરા ક્યારે ખુલ્લા મુકાશે ?
6 મહિનાથી મકબરાની રીનોવેશનની કામગીરી પૂર્ણ : આગામી દિવસોના તેહવારો પેહલા ઉદ્ધઘાટન કરવાની માંગ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેર ધાર્મિક નગરીની સાથે ઐતિહાસિક ધરોહરથી ભરેલું છે અને શહેરમાં અનેક ઐતોહાસિક ઇમારતો આવેલી છે. સરકાર દ્વારા કરોડોના ખર્ચે રોનોવેશનની સાથે તેની મરામત પણ કરવામાં આવેછે ત્યારે તાજ મહેલ જેવા બેનમૂન મહાબત મકબરા આવેલ છે તેની સાથે ઐતિહાસિક ઉપરકોટનો કિલ્લો પણ આવેલ છે બંનેનું રીનોવેશનનું કામ પૂર્ણ થઈ ગયું છે જેમાં મહાબત મકબરાનૂ કામ તો છેલ્લા 6 મહિનાથી પૂર્ણ થઇ ગયું છે અને કિલ્લાનું કામ પણ પૂર્ણ થયેલ છે ત્યારે કરોડોના ખર્ચે તૈયાર થયેલ ઐતિહાસિક ધરોહરનું ઉદ્ધઘાટન નેતાઓની ઉદાસીનતાના લીધે ખુલ્લા મુકવામાં ન આવતા પ્રવાસીઓ ઉદાસ થઇને પરત ફરવું પડે છે.
જૂનાગઢ શહેરમાં આવેલ મહાબત મકબરાના રિસ્ટોરેશન કામગીરી 8 કરોડ ના ખર્ચે પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવી હતી અને મહાબત મકબરાનું કામ 6 મહિના જેટલો સમય પેહલા થઇ ગયું છે ત્યારે હજુ સુધી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો નથી એક રીતે ઉપરકોટ કિલ્લો ને 70 કરોડના ખર્ચે રીનોવેશન કરવામાં આવ્યો છે અને તેનું રીનોવેશન ની કામગીરી પણ મહંદ અંશે પૂર્ણ થઈ ગઈ છે હજારો પ્રવાસીઓ ઐતિહાસિક ધરોહર ને જોવા આવેછે પણ બંધ હાલતમાં જોઈને નિરાશા સાથે પરત ફરે છે. જૂનાગઢ શહેરમાં આવેલ બેનમૂન ઐતિહાસિક ઇમારતોના વારસાને નિહાળવા પ્રતિ વર્ષ લાખોની સંખ્યામાં પર્યટકો જોવા આવેછે ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી રીનોવેશનની કામગીરીથી બંધ પડેલ મહાબત મકબરા અને ઉપરકોટ કિલ્લો કયારે લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે અને નેતાઓ ક્યારે આળસ ખંખેરીને ઉદ્ધઘાટન કરશે તેની શહેરીજનો રાહ જોઈને બેઠા છે.
આગામી તહેવારોમાં લાખો પ્રવાસી જૂનાગઢ આવશે
જૂનાગઢ શહેરમાં આગામી તેહવારો માં સાતમ આઠમ સહીત દિવાળીના તેહવારો આવી રહ્યા છે ત્યારે લાખો પ્રવાસીઓ તેહવારની રાજાઓમાં હરવા ફરાવ જૂનાગઢ આવશે ત્યારે ઉપરકોટ કિલ્લો બંધ હાલતમાં છે તેની સાથે મહાબત મકબરા પણ બંધ હાલતમાં છે ત્યારે પ્રવસીઓ નિરાશા સાથે પરત ફરવું પડશે હાલ તેહવારો પેહલા બને ધરોહરને ખુલ્લા મુકવામાં આવે તેવી શહેરીજનોની માંગ ઉઠી છે.
- Advertisement -
મુખ્યમંત્રીની મુલાકાત લઈને સમય માંગવામાં આવશે
જૂનાગઢ ઉપરકોટ કિલ્લો અને મહાબર મકબરા ના ઉદ્ધઘાટન વિષે વાત કરતા ડે.મેયર ગિરીશ કોટેચા અને સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણા એ વાતચીત કરતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવામાં આવશે અને તેનો સમય માંગવામાં આવશે ત્યારે ટૂંક સમયમાં તેહવારો પેહલા ઉપરકોટ કિલ્લો અને મકબરાનું ઉદ્ધઘાટન થાય તે માટેના પ્રયાસો થઇ રહ્યા છે.