હિમાચલ પ્રદેશની જાણે માઠી બેઠી હોય હોય તેમ ભારે વરસાદ પીછો છોડતો નથી.મંગળવાર રાતથી ત્રીજા તબક્કામાં શિમલામાં તબાહીનો તબક્કો ફરી શ થયો છે પંડોહ પાસે મોટા ભૂસ્ખલનને કારણે મંડી–કુલુ વચ્ચેનો રાષ્ટ્ર્રીય ધોરી માર્ગ ખરાબ રીતે પ્રભાવિત થયો છે. બાજારા ઉપરાંત પંડોહ અને ઓટ સુધી રાહત શિબિરો ગોઠવવામાં આવી છે.
Himachal: Eight buildings reduced to rubble in Kullu landslide
- Advertisement -
Read @ANI Story | https://t.co/ruT4ZkmPNN#HimachalPradesh #Landslide #Kullu pic.twitter.com/wztKTTxjPv
— ANI Digital (@ani_digital) August 25, 2023
- Advertisement -
હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર વરસાદનું તાંડવ જોવા મળ્યું છે. રાયના કુલ્લુ જિલ્લામાંવરસાદના કારણે ૮ ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. અન્ની વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ એવી ઇમારતો હતી જેમાં ઐંડી તિરાડો પડી ગયા બાદ તેમને ખાલી કરાવવામાં આવ્યા હતા. શિમલામાં, શિવ મંદિર ખાતે ભૂસ્ખલનની જગ્યાએથી વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો. મંડી જિલ્લામાં પણ વરસાદે તબાહી મચાવી છે. જિલ્લા ઘૈલાનાલા ગામમાં વાદળ ફાટવાના કારણે ૫૧ લોકો ત્યાં ફસાયા હતા. ૧૪મી બટાલિયન એનડીઆરએફની ટીમે શેહનુ ગૌની અને ઢોલનાલા ગામોમાં વાદળ ફાટવાના સ્થળોથી ફસાયેલા ૫૧ લોકોને બચાવ્યા છે.
#WATCH | 14th Bn NDRF rescued 51 stranded people from cloud burst incident sites yesterday in Shehnu Gouni & Kholanala village in Mandi district, Himachal Pradesh. pic.twitter.com/ngNn1OHpJO
— ANI (@ANI) August 25, 2023
શિમલાના પોલીસ અધિક્ષક સંજીવ કુમાર ગાંધીએ જણાવ્યું હતું કે એકલા સિમલા જિલ્લામાં ત્રણ ભૂસ્ખલન સ્થળ પરથી અત્યાર સુધીમાં કુલ ૨૫ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. તેમાંથી સમર હિલમાંથી ૧૮, શિવ મંદિર અને ફાગલીમાંથી ૫–૫ અને કૃષ્ણ નગરમાંથી ૨ મૃતદેહ મળી આવ્યા છે. ગુવારે ભૂસ્ખલન સ્થળ પરથી અન્ય એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો, અધિકારીએ જણાવ્યું હતું. મૃતદેહની ઓળખ સમરહિલના રહેવાસી નીરજ તરીકે થઈ હતી. તેમણે કહ્યું કે બે મૃતદેહ હજુ પણ કાટમાળ નીચે દટાયેલા છે. હિમાચલ પ્રદેશમાં આ મહિને વરસાદની ઘટનાઓમાં લગભગ ૧૨૦ લોકોના મોત થયા છે. રાયમાં ૨૪ જૂને ચોમાસાની શઆત થઈ ત્યારથી અત્યાર સુધી વરસાદ સંબંધિત ઘટનાઓમાં કુલ ૨૩૯ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ૪૦ લોકો હજુ ગુમ છે