– 20 મિનિટમાં જ જેલમાંથી બહાર
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુરુવારે સાંજે આત્મ સમર્પણ કરવા માટે જ્યોર્જિયાની જેલ પહોંચ્યા હતા. ટ્રમ્પ પર 2020ની ચૂંટણી પલટવા માટે ષડયંત્ર રચવાનો આરોપ મુકવામાં આવ્યો છે.
- Advertisement -
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુરુવારે સાંજે આત્મ સમર્પણ કરવા માટે જ્યોર્જિયાની જેલ પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે, ડોનાલ્ડ ટ્રમ્પ પર 2020ની ચૂંટણી પલટવા માટે ષડયંત્ર રચવાનો આરોપ મુકવામાં આવ્યો છે. ફુલ્ટન કાઉન્ટી જેલમાં પહેલી વાર પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિનો ફોટો લેવામાં આવ્યો. જેલ રેકોર્ડ અનુસાર પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુકિંગ પ્રક્રિયા પૂર્ણ કરી અને તેમને 2,00,000 ડોલરના બોન્ડ અને શરતો પર જામીન મળ્યા. જેમાં સાક્ષીઓને ડરાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ ના કરવાનું પણ શામેલ કરવામાં આવ્યું છે.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 20 મિનિટ સુધી ફુલ્ટન કાઉન્ટી જેલમાં રહ્યા. ટ્રમ્પની ધરપકડ અને બોન્ડ પર જામીન મળ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, ‘મેં કંઈ ખોટું કર્યું નથી.’ ફુલ્ટન કાઉન્ટી શેરિફ કાર્યાલયના પૂર્વ રાષ્ટ્પતિ ડોનાલ્ડ ટ્રમ્પનો મગ શોટ જાહેર કર્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પની કેદી નંબર P01135809 તરીકે નોંધણી કરવામાં આવી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે આ વર્ષે જ્યોર્જિયામાં ચોથી વાર સરેન્ડર કર્યું છે.
વિવાદોનું વંટોળ છતાં ટ્રમ્પ આગળ
ટ્ર્મ્પની કાયદાકીય ટીમમાં અચાનક ફેરફાર થયો છે અને ટ્ર્મ્પે આત્મસમર્પણ કર્યું છે. કાયદાકીય પરેશાનીઓ હોવા છતાં ટ્ર્મ્પ વર્ષ 2024માં રાષ્ટ્રપતિ પદ માટેની રિપબ્લિકન ઉમેદવારની દોડમાં સૌથી આગળ છે. ટ્રમ્પ સતત કાયદાકીય દાંવપેચમાં ફસાઈ રહ્યા છે અને ચર્ચાનો વિષય બની રહ્યા છે. ટ્રમ્પના વિરોધીઓ તેમની ગેરહાજરી ફાયદો ઉઠાવવાની કોશિશ કરી રહ્યા છે. ફુલ્ટન કાઉન્ટી અભિયોજન માર્ચ પછી ટ્રમ્પ સામે આ ચોથો અપરાધિક કેસ છે. અમેરિકાના ઈતિહાસમાં ટ્ર્મ્પ દોષી સાબિત થવાના મામલે પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ છે. તે સમયથી તેમણે ફ્લોરિડા અને વોશિંગ્ટનમાં અનેક સંઘીય આરોપોનો સામનો કરવો પડ્યો છે.
- Advertisement -
https://t.co/MlIKklPSJT pic.twitter.com/Mcbf2xozsY
— Donald J. Trump (@realDonaldTrump) August 25, 2023
ટ્રમ્પના ચૂંટણી અભિયાન પર થઈ શકે છે અસર
આ મહિને એટલાંટામાં પૂર્વ ચીફ ઓફ સ્ટાફ માર્ક મીડોઝ, ન્યૂયોર્કના પૂર્વ મેયર રૂડી ગિઉલિઆની સહિત 18 લોકોની સાથે ટ્રમ્પને પણ એક રેકેરિયરિંગ કાયદા અને સંગઠિત અપરાધ હેઠળ દોષિત સાબિત કરવામાં આવ્યા છે. ગિઉલિઆનીએ બુધવારે આત્મસમર્પણ કર્યું અને મગ શોટ માટે પોઝ આપ્યો. મીડોઝ ગુરુવારે કોર્ટમાં હાજર થયા હતા અને તેમના પર 1,00,000 ડોલરનો બોન્ડ નક્કી કરવામાં આવ્યા છે. અપરાધિક કેસમાં સતત વધારો અને આરોપ વધવાને કારણે ટ્ર્મ્પના વર્ષ 2024ના ચૂંટણી અભિયાન પર અસર થઈ છે.
ટ્રમ્પના સમર્થકો જેલની બહાર જમા થયા
ટ્રમ્પ ન્યૂ જર્સીથી એટલાન્ટા જઈ રહ્યા હતા, તે સમયે તેમના ચૂંટણી પ્રચાર અભિયાને એક સંદેશ મોકલ્યો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘હું એટલાન્ટા જવાના રસ્તે ટ્ર્મ્પ ફોર્સ વનમાંથી તમને પત્ર લખી રહ્યો છું. જ્યાં કોઈ અપરાધ ના કરવા છતા મારી ધરપકડ કરવામાં આવશે.’ જે સ્થળે ટ્રમ્પ આત્મ સમર્પણ કરવાના હતા તે સ્થળે ત્યાર પછી મોટી સંખ્યામાં સમર્થકો જેલની બહાર જમા થયા હતા. અનેક લોકોએ ટ્ર્મ્પના નામના ઝંડા લહેરાવ્યા હતા. અધિકારીઓએ સુરક્ષાનો કડક બંદોબસ્ત કર્યો હતો. અન્ય શહેરોની જેમ તેમણે મગ શોટ માટે પોઝ આપવાની જરૂર ઊભી થઈ નહોતી. ફુલ્ટન કાઉન્ટીના અધિકારીઓએ અન્ય કેદીઓની જેમ જ ટ્રમ્પનો ફોટો ક્લિક કર્યો હતો.