બસ કાઠમંડુથી જનકપુર જઈ રહી હતી તે દરમિયાન રસ્તા પરથી નીચે ઉતરી લગભગ 15 મીટર નીચે પડી ગઈ હતી
નેપાળમાં ગુરુવારે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, બારા જિલ્લાના જીતપુર સિમરા સબ-મેટ્રોપોલિટન-22ના ચુરિયામાઈ મંદિર પાસે બસ અકસ્માતમાં 8 લોકોના મોત થયા હતા. માર્યા ગયેલા તમામ લોકોની ઓળખ થઈ ગઈ છે. બસમાં જે યાત્રાળુઓ હતા તે મોટાભાગના ભારતના હતા.
- Advertisement -
નેપાળ દુર્ઘટનાને લઈ જિલ્લા પોલીસ બારાના પ્રવક્તા દાધીરામ ન્યુપાનેએ જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતમાં ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 5 વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ તરફ બસના ડ્રાઈવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. વિગતો મુજબ બસ કાઠમંડુથી જનકપુર જઈ રહી હતી. આ દરમિયાન તે રસ્તા પરથી નીચે ઉતરી લગભગ 15 મીટર નીચે પડી ગઈ હતી.
8 people killed and 17 injured in an accident when a bus fell into the Trishuli River in Dhading district of #Nepal pic.twitter.com/j07yIFUXMv
— All India Radio News (@airnewsalerts) August 23, 2023
- Advertisement -
જાણો મૃતકો કોણ- કોણ ?
જિલ્લા પોલીસ કચેરી મકવાનપુરે મૃતકોની ઓળખ લોહાર પટ્ટી, મહોત્તરીના 41 વર્ષીય બિજય લાલ પંડિત અને બહાદુર સિંહ (67), મીરા દેવી સિંહ (65), સત્યવતી સિંહ (60), રાજેન્દ્ર ચતુર્વેદી (70), શ્રીકાંત ચતુર્વેદી તરીકે કરી છે. રાજસ્થાન.(65) અને બૈજંતી દેવી (67) તરીકે કરી છે.
બસમાં કેટલા મુસાફરો હતા ?
મકવાનપુરના ડીપીઓ પોલીસ અધિક્ષક સીતારામ રિજાલના જણાવ્યા અનુસાર, બસમાં કુલ 26 મુસાફરો હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા 17 લોકોને હેટૌડા હોસ્પિટલ અને સાંચો હોસ્પિટલમાં હેટૌડા અને ચુરેહિલ હોસ્પિટલ અને ઓલ્ડ મેડિકલ કોલેજ, ભરતપુર, ચિતવનમાં સારવાર આપવામાં આવી રહી છે.