હર હર મહાદેવ સાથે ભક્તોએ વિશેષ પૂજા અર્ચન કરી ધન્યતા અનુભવી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. જૂનાગઢ શહેર ધર્મની નગરી સાથે અનેક પ્રાચીન મંદિરોમાં આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવ ભક્તોની ભીડ જોવા મળી હતી અને ભગવાન ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
- Advertisement -
જેમાં ગિરનારનું મુખ્ય પ્રવેશ દ્વાર એટલે જટાશંકર મહાદેવ મંદિરે સવારથી ભક્તો ઉમટી પડયા હતા તેની સાથે ભવનાથ તળેટીમાં આવેલ ભવનાથ મંદિર ખાતે ભાવિકોનો ઘસારો જોવા મળ્યો હતો અને શહેરમાં આવેલ બિલનાથ મંદિર, ઇન્દ્રેશ્ર્વર મંદિર,ભૂતનાથ મંદિર,સિદ્ધનાથ મંદિર સહિતના શિવાલયોમાં મહા આરતી સાથે બિલ્વ પૂજા અને મહા મૃત્યુંજય જાપ સાથે શિવ ભક્તો એ ભોળાનાથનું પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી.