મૂળ પોરબંદરના વતની અને શ્રી મારૂતી કુરીયર સર્વિસ ના માધ્યમ થી સમગ્ર ગુજરાત ને કર્મભૂમિ બનાવનાર; સ્વબળે આગળ આવનાર ;અને આશરે ૧૪૦૦૦ થી વધુ લોકોને રોજગારી આપનાર શ્રી મારૂતી કુરીયર સર્વિસના ચેરમેન રામભાઈ મોકરીયાનો આજે ૬૫મોજન્મદિવસ છે.
સમગ્ર ગુજરાતમાં અનેક સામાજિક; શૈક્ષણિક; ધાર્મિક; સેવાકીય સંસ્થાઓ સાથે તન;મન;અને ધનથી સંકળાયેલા એવા રામભાઈ મોકરીયાએ પોરબંદરની માધવાની કોલેજમાં અભ્યાસની સાથે સાથે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માં સામેલ થઈ જાહેર જીવનની શરૂઆત કરેલ. સાથે સાથે આર્થિક ઉપાર્જન માટે શ્રી મારુતી કુરીયર સર્વિસની સ્થાપના કરેલ.
- Advertisement -
આજે શ્રી મારૂતી કુરીયર સમગ્ર ગુજરાતમાં મોટાભાગના તાલુકા મથક ઉપર અને સમગ્ર ભારતના ૨૭ રાજ્યોમાં મારુતી કુરીયરની સેવાઓ તેની૨૩૦૦ શાખાઓઅને ૧૪૦૦૦ કર્મચારીઓના માધ્યમથી થી કાર્યરત છે.
મોકરીયા રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ(RSS)અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP) માં સામેલ થઈ જાહેર ક્ષેત્રમાં કાર્ય કરવાની ધગશ હોવાના કારણે પોરબંદર નગરપાલિકામાં ભાજપના મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે ૧૯૮૯ માં ચૂંટાયા હતા.
મોકરીયા ગુજરાત ભાજપના સક્રીય અગ્રણી તરીકે અનેક જવાબદારીઓ સંભાળી ચુક્યા છે. પોરબંદર શહેર ભાજપના ઉપપ્રમુખ તરીકે તેમજ ૨૦૦૫માં ગુજરાત ભાજપના પ્રદેશ કારોબારીના સદસ્ય તરીકે જવાબદારી નીભાવી ચુક્યા છે.
- Advertisement -
મોકરીયા પોરબંદર વિસ્તારમાં પોતાના અબોટી બ્રાહ્મણ સમાજના સમૂહ લગ્ન;સમૂહ યજ્ઞોપવીત; તેજસ્વી વિધાર્થીઓ સત્કાર સમારંભ સહિત અનેક પ્રકારના પ્રકલ્પો માં તન;મન;ધનથી યથાયોગ્ય યોગદાન આપતા રહે છે. તેમજ સમગ્ર ગુજરાતમાં વ્યાપક સંપર્ક ના કારણે સૌરાષ્ટ્ર ગુજરાત માં વિવિધ સ્થળોએ સમસ્ત બ્રહ્મ સમાજના કાર્યક્રમમાં તન;મનઅને ધનથી સહયોગ આપે છે.
તાજેતરમાં કોરોનાની મહામારીમાં મોકરિયાએ PMCARE FUND માં રૂપિયાએક કરોડ અને આઠ લાખ અને મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂપિયા દશ લાખ આઠ હજાર આપવાની સાથે સાથે કોરોનાની મહામારીમાં મારૂતી કુરીયર એ મેડીકલ સ્ટોરની દવાઓ ગ્રાહકોને ઘર સુધી નિઃશુલ્ક પહોંચાડવાનું કાર્ય નિષ્ઠા પૂર્વક કરેલ હતું અને સામાજીક અને સેવાકીય સંસ્થાઓને અનાજની કીટ અને રાહત રસોડામાં આર્થિક યોગદાન આપેલ છે.
મોકરીયાના જન્મદિન નિમિતે સમગ્ર ગુજરાતમાંથી તેમના બહોળા ચાહક વર્ગ તેમને તેમના( M) 97374 99918 ઉપર શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.