પોલીસના રહસ્યમય મોત મામલે તપાસનો ધમધમાટ
DySP ખુશ્બુ કાપડીયા અને PSI સહિતના નિવેદન લેવાયા: બનાવના મૂળ સુધી પહોંચી સત્ય બહાર લાવવા તપાસ તેજ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ પોલીસ તાલીમ મહા વિદ્યાલયમાં ડેપ્યુટેશન પર ડ્રાયવર ની ફરજ બજાવતા બ્રિજેશ લાવડીયાની લાશ શાપુર પાસે સિમ વિસ્તાર માંથી ઝાડ પર ગળાફાંસો ખાધેલ હાલતમાં ગત તા.21 માર્ચમાં 2023 ના રોજ લાશ મળી આવી હતી જે બનાવ મામલે પરિવારે બ્રિજેશ લાવડીયાને માર મારવાના ઇજાના નિશાનો પરથી મૃતક બ્રિજેશભાઈના પુત્ર એ ઊંડાણ પૂર્વક તપાસ કરવાની માંગ કરતી પિટિશન હાઇકોર્ટમાં કરી હતી જે મામલે હાઇકોર્ટ દ્વારા તત્કાલીન એસપી રવિ તેજા વાસમ શેટ્ટી અને તપાસનિસ અધિકારી વાઢેરને કોર્ટમાં ઉધડ઼ા લીધા હતા અને પાંચ મહિના સુધી શું કર્યું તેવા સવાલો કર્યા હતા ત્યાર બાદ ફરિયાદ દાખલ કરી નિષ્પક્ષક તપાસ ના આદેશ આપતા વંથલી પોલીસમાં ગુનો દાખલ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
પોલીસ તાલીમ વિદ્યાલયના ડ્રાયવર બ્રિજેશભાઈ લાવડીયાના રહસ્યમય મોત મામલાની તપાસ પોરબંદર ડીવાયએસપી નીલમ ગૌસ્વામી ને સોંપતા તેને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે પ્રથમ જૂનાગઢ પોલીસ તાલીમ વિદ્યાલયની મુલાકાત કરી હતી અને બનાવ સ્થળ ના સીસીટીવી ફૂટેજ સહીત જીણવટ ભરી તપાસ સાથે ડીવાયએસપી ખુશ્બુ કાપડિયા અને પીએસઆઇ પ્રવીણ ખાચર સહીતના લોકોના નિવેદન લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ મોરબી રેહતો મૃતક બ્રિજેશ લાવડીયા ના પુત્રનું નિવેદન લેવામાં આવ્યું હતું આમ સમગ્ર બનાવ મામલે ઊંડાણ પૂર્વક તપાસ શરુ કરી છે ટૂંક સમય માં સમગ્ર મામલાની તપાસ પૂર્ણ કરી સત્ય બહાર લાવીને હાઇકોર્ટ માં રિપોર્ટ રજુ કરવામાં આવશે.
સમગ્ર મામલો જૂનાગઢ પોલીસ તાલીમ મહા વિદ્યાલયમાં પોર્ન વિડિઓ મોબાઈલમાં જોવાના મામલે શરુ થયો હતો અને ત્યાર બાદ ડીવાયએસપી અને પીએસઆઇ દ્વારા બ્રિજેશ લાવડીયાને માર માર્યાના આક્ષેપ મૃતક ના પુત્રે એ કર્યા હતા આ બનાવ બાદ પાંચ મહિના સુધી કોઈ ઊંડાણ પૂર્વક તપાસ નહિ થતા અંતે હાઇકોર્ટની ફટકાર બાદ તપાસ નો રેલો પોલીસ તાલીમ કેન્દ્ર સુધી પોંહચયો હતો અને ખરેખર બનાવ માં કોણ કોણ સામેલ છે અને હકીકત શું છે તે દિશામાં તપાસ શરુ કરી દેવામાં આવી છે અને મૃતકના પરિવારને ન્યાય મળે અને સત્ય હકીકત બહાર આવે તે રીતે તટસ્થ તપાસ કરવામાં હાલ આવી રહી છે.
- Advertisement -
બ્રિજેશ લાવડીયા મોતના બનાવમાં મૂળ સુધી તપાસ શરુ
જૂનાગઢ પોલીસ તાલીમ મહા વિદ્યાલયના પોલીસ બ્રિજેશ લાવડીયાના રહસ્યમય મોત મામલે કેવી રીતે સમગ્ર બનાવ બન્યો શું કામ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી તેમજ કોણ કોણ લોકો મારવામાં સામેલ હતા કેવી રીતે મૃતક શાપુરની સિમ વિસ્તારમાં પોહચ્યાં અને પોર્ન વિડિઓ જોતા બ્રિજેશ લાવડીયા જોઈ જતા પછી શું બન્યું એવા અનેક શંકાના ઘેરા સાથે પોરબંદર ડીવાયએસપી નીલમ ગૌસ્વામી તપાસનિસ અધિકારી એ બનાવના દરેક પાસા ચેક કરી રહ્યા છે અને ટૂંક સમય માં સમગ્ર બનાવ મામલે રિપોર્ટ તૈયાર કરી હાઇકોર્ટ માં રજુ કરવામાં આવશે.
પોરબંદર પોલીસ તપાસ માટે મોરબી પહોંચી
માળીયા મિંયાણા તાલુકાના વતની અને જુનાગઢ ખાતે ફરજ બજાવતા એસઆરપી જવાનના આપધાત કેસમાં હાઇકોર્ટની ફટકાર બાદ વંથલી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને પોરબંદર ડીવાયએસપીને તપાસ સોંપવામાં આવી છે ત્યારે ડીવાયએસપી ગોસ્વામી સહિતની ટીમ મૃતકના પરિવારજનો અને સાહેદોના નિવેદન નોંધવા માટે મોરબી પહોંચી હતી.