શંખ સર્કલથી સોમનાથ તરફનો માર્ગ વન-વે જાહેર કરાયો
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ આવતીકાલે પવિત્ર શ્રાવણ માસ પ્રારંભ થવા જઇ રહ્યો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રાવણ માસમાં માનવ મહેરામણ ઉમટશે. દેશ વિદેશથી સોમનાથ મહાદેવના દર્શને લાખો શ્રદ્ધાળુઓ પહોચવાના છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં યાત્રીઓને ઉત્તમ દર્શન અનુભવ પૂરો પાડવા માટે કટિબદ્ધ છે. યાત્રીઓ માટે બહુસ્તરીય વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. રેહવા જમવાની સુવિધાઓથી લઈ દર્શન તેમજ પ્રસાદની વ્યવસ્થા, સિનિયર સિટીઝન અને દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓ સહિતની અનેકવિધ સુવિધાઓમાં શ્રાવણ માસમાં વિશેષ વધારો કરવામાં આવ્યો છે.
- Advertisement -
શ્રાવણ માસ દરમ્યાન દરરોજ ભગવાન સોમનાથ મહાદેવને વિશિષ્ટ શૃંગારો અનુસાર અલગ-અલગ શણગાર કરવામાં આવશે. આ શૃંગારના નિયત કરેલ ન્યોછાવર રાશિ ટ્રસ્ટની વેબસાઈટ પરથી ઓનલાઇન તેમજ પૂજાવિધિ કાઉન્ટર પર આપી ભક્તજનો યજમાન બનવાનો લાભ લઇ શકશે. જયારે શ્રાવણના પ્રથમ દિવસે સવારે 7-30 મહામૃત્યુંજય યજ્ઞ પ્રારંભ કરવામાં આવશે તેમજ સવારે 7-45 વાગ્યે સવાલક્ષ બિલ્વપૂજા પ્રારંભ થશે સવારે 8-00 વાગ્યે નુતન ધ્વજારોહણ કરવામાં આવશે.