ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ બહાઉદ્દીન આર્ટસ અને શેઠ પ્લેસમેન્ટ જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે ડિઝિટલ સાક્ષારતનો કાર્યક્મ યોજાયો હતો. જેમાં બહાઉદ્દીન આર્ટસ કોલેજ જૂનાગઢ ખાતે જ્ઞાનધારા અંતર્ગત તા.25 અને 26 જુલાઇના રોજ ડિઝટલ સક્ષારતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં રોજીંદા જીવનમાં પ્લેસમેન્ટના યોગેશભાઇ શેઠ અને તેમની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને તાલમી આપવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન જ્ઞાનધારાના કોઓર્ડિનેટર ડો.રાજીવ ડાંગર દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ સુંદર આયોજન બદલ કોલેજના પ્રિન્સીપાલ ડો.પી.વી.બારસીયાએ અભિનંદન પાઠવ્યા હતા.