ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે કે, પાકવીમાને લઈને ખેડૂતોમાં અસમંજસની સ્થિતિ છે તેનો ખુલાસો કરવો જરૂરી છે. છેલ્લા અઠવાડિયામાં ગુજરાતના અલગ અલગ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં ખેડૂતોને એક મેસેજ આવી રહ્યો છે કે તમારી બેન્કમાં ખરીફ પાકના 929 જમા થયા છે અથવા તો રાજ્ય સરકાર દ્વારા બાકી સબસિડીની ચુકવણી પછી રૂ. 92915નો વધારાનો અંતિમ દાવો ચૂકવવામાં આવશે.
કંપની તરફથી આવા મેસેજ ખેડૂતોના મોબાઈલ પર આવી રહ્યા છે કેટલાક ખેડૂતોને ખાલી મેસેજ જ આવે છે તેમના ખાતામાં રૂપિયા જમા થાય છે જ્યારે કેટલાક ખેડૂતોને કંપની તરફથી મેસેજ આવે છે. પણ એમના ખાતામાં રૂપિયા જમા થતા નથી અને કેટલાક ખેડૂતોને કંપની તરફથી મેસેજ આવતો નથી પણ બેંકમાં રૂપિયા જમા થયા એનો બેન્ક તરફથી મેસેજ આવે છે.
- Advertisement -
આ બાબતે રાજ્ય સરકાર તાત્કાલિક સ્પષ્ટતા કરવામાં આવે તે જરૂરી બને છે. ક્યાં વર્ષનો પાક વીમો આપવામાં આવ્યો છે ? જો પાક વીમો અપાય છે તો સાત લાખ ખેડૂતો એ ફોર્મ ભર્યા હતા તો બધાને શા માટે નહીં? વીમા કંપની અડધી રકમ આપે છે જ્યારે અડધી રકમ સરકાર જમાં કરે ત્યારે આપીશું તેમ જણાવે છે, જેનો મતલબ કે રાજ્ય સરકારે ખેડૂતોને પૈસા અટકાવી રાખ્યા છે જે જમાં કરતા નથી, ઘણા ખેડૂતોના ખાતામાં વીમા ના માત્ર 200 રૂપિયા આવ્યાં છે જે ખેડૂતો સામે મજાક રૂપ છે આમ આ તમામ સવાલના જવાબ સરકારે આપવા જોઈએ.