કરણ જોહરની ફિલ્મ ‘રોકી અને રાનીની લવ સ્ટોરી’ રિલીઝ થઈ ગઈ છે, ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં છે તો બોલિવૂડના દિગ્ગજ કલાકારો શબાના આઝમી, ધર્મેન્દ્ર અને જયા બચ્ચન પણ છે
7 વર્ષ પછી કરણ જોહરે ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ બનાવી છે અને એ સાથે જ કરણ જોહરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડિરેક્ટર તરીકે 25 વર્ષ પૂરા કરી રહ્યા છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના ટ્રેલર અને ગીતોને પહેલા જ લોકોનો પ્રેમ મળી ચુક્યો છે હવે આ ફિલ્મ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં બોલિવૂડના દિગ્ગજ કલાકારો શબાના આઝમી, ધર્મેન્દ્ર અને જયા બચ્ચન પણ છે. એવામાં પૈસા ખર્ચી ટિકિટ લઈને ફિલ્મ જોવી જોઈએ કે નહીં? ચાલો જાણીએ..
- Advertisement -
નિર્દેશક તરીકે રોકી ઔર રાની કી પ્રેમ કહાની લઈને આવ્યા કરણ જોહર
એ વાત તો આપણે બધા જાણીએ જ છીએ કે કરણ જોહરે વર્ષ 1998માં ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’થી એન્ટ્રી કરી હતી અને વર્ષ 2000માં પારિવારિક પંજાબી સ્ટાઈલમાં ગીતો અને ડાન્સથી ભરેલી ફિલ્મોનો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. પછી તે બોલિવૂડના સૌથી પ્રખ્યાત નિર્માતા અને નિર્દેશક બની ગયા. 90 ના દાયકાથી લઈને આજની ફિલ્મોના યુગ સુધી કરણ જોહરે તેમની ફિલ્મોની એક શૈલી અને બ્રાન્ડ સ્થાપિત કરી જે હજુ પણ અકબંધ છે. એવામાં હવે તેઓ લાંબા સમય બાદ તે એક નિર્દેશક તરીકે રોકી અને રાનીની પ્રેમ કહાની લઈને આવ્યા છે.
#RockyAurRaniKiiPremKahaani is an absolute delight loaded with invaluable life lessons! The film's forward-thinking narrative keeps you engaged throughout, and the on-screen chemistry between #AliaBhatt & #RanveerSingh is simply electrifying.
Each character is beautifully… pic.twitter.com/dOPV6r7Tgh
- Advertisement -
— Siddharth Kannan (@sidkannan) July 27, 2023
એક પારિવારિક પ્રેમ કહાની બનાવી
આ ફિલ્મમાં કારણ જોહરે ટ્રેડમાર્ક પંજાબી સ્ટાઇલની ફિલ્મમાં બંગાળી તડકા ઉમેરીને એક પારિવારિક પ્રેમ કહાની બનાવી છે. નવી વાત એ છે કે ફિલ્મમાં મનોરંજનના દરેક ડોઝ મળી રહ્યા છે જે આજના યુવાનોને વેબ સિરીઝ અને હોલીવુડની ફિલ્મોમાંથી મળે છે. આ ફિલ્મ તમને અમુક જગ્યાએ હસાવે છે તો અમુક જગ્યા પર મેસેજ આપવા સાથે રડાવે પણ છે. ફિલ્મની લંબાઈ થોડી લાંબી છે જે ગતિ થોડી ધીમી કરે છે. પરંતુ એકંદરે રણવીર સિંહ અને આલિયા ભટ્ટની અદભૂત કેમેસ્ટ્રી ફિલ્મના દોરને બાંધી રાખે છે.
આ ફિલ્મોની ઝલક જોવા મળશે
દર્શકોને આ ફિલ્મમાં ‘ટુ સ્ટેટ્સ’ તો ક્યારેક ‘બાવર્ચી’ની ઝલક ચોક્કસ જોવા મળશે. પરંતુ આ બધાનો પાયો ફિલ્મનો પ્લોટ છે… જે વાર્તાને નવી દિશા આપે છે. પ્રીતમે આ ફિલ્મના દરેક ગીતને અદ્ભુત રીતે રજૂ કર્યું છે. ખાસ કરીને જ્યારે 2 પેઢીઓની વાત કરીએ તો તમને ઘણા જૂના સુપરહિટ ગીતોનો આનંદ માણવા મળશે. ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં સોનુ નિગમ, અરિજીત સિંહ, જોનિતા ગાંધી જેવા ગાયકોએ પોતાનો અવાજ આપ્યો છે.
Just wait and watch for the audience reception.. Audience word of mouth especially amongst family audience would Spread like Fire.. #RockyAurRaniKiiPremKahaani https://t.co/vghOorGahP
— Sumit Kadel (@SumitkadeI) July 27, 2023
લોકોને શું પસંદ નહીં આવે
આજકાલ વાસ્તવિક ફિલ્મોના ટ્રેન્ડ વચ્ચે આ ફિલ્મ વેબ સિરીઝ અથવા ટીવી સિરિયલના માળખામાં બનાવવામાં આવે છે. વાર્તા કંઈ નવી નથી પણ શૈલી નવી છે. ફિલ્મની લંબાઈ થોડી વધુ છે. ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’નો સમયગાળો લગભગ 2 કલાક 50 મિનિટનો છે. વધુ ગીતો વચ્ચે ફિલ્મની ગતિ રોકી દે છે.