-શાળા-કોલેજોમાં રજા જાહેર
મુંબઈમાં આજે હેવી રેઈનની આગાહીને પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટને અપગ્રેડ કરીને રેડ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈમાં આજે તેમજ આજુબાજુના સ્થળોમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે મુંબઈમાં વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. જે હવે ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટમાં અપગ્રેડ કરાયું છે. મુંબઈ ઉપરાંત આજુબાજુના થાણે અને પાલઘર જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ આજે પડી શકે છે.
- Advertisement -
જમ્મુ કાશ્મીરથી લઈને દક્ષિણ ભારતના રાજ્યોમાં સુધી ધોધમાર વરસાદ થશે એવી આગાહી દિલ્હીના હવામાન ખાતાએ કરી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, દિલ્હી, નોઈડાથી લઈ તમિલનાડું સુધી ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ ભારતની વાત કરીએ તો આંધ્ર પ્રદેશ, તેલંગણા, કેરળ, કર્નાટક, લક્ષદ્વીપમાં હવામાન ખાતાએ એલર્ટ આપ્યું છે.