4 કિલોથી વધુ વજન ધરાવતું પ્લેન 30 કારીગરોએ તૈયાર કર્યું
ખાસ-ખબર સંવાદદાતા
આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટના મહેમાન બની સૌરાષ્ટ્રવાસીઓને રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટની મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલાં રાજકોટવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. રાજકોટના ઇમિટેશન માર્કેટ એસોસિએશન તેમજ જસદણના કેટલાક કારીગરો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ આપવા માટે પ્લેન બનાવવામાં આવ્યું છે.
- Advertisement -
ઇમિટેશન માર્કેટ એસોસિએશન દ્વારા સ્ટોન અને મીના કામગીરી સહિતની વસ્તુઓનો ઉપયોગ કરી એક પેસેન્જર પ્લેન અને એક કાર્ગો પ્લેન બનાવવામાં આવ્યું છે. 3-4 દિવસની મહેનત કરી 30 કારીગરોએ દ્વારા આ પ્લેન તૈયાર કર્યા છે. જેમાં નાનામાં નાની બાબતનું ધ્યાન રાખી પ્લેન બનાવવામાં કારીગરોએ દિવસ રાત એક કરી નાખ્યા હતા. આ સિવાય રાજકોટ જિલ્લાના વિવિધ ઉદ્યોગોને રિપ્રેઝન્ટ કરતું પણ એક પ્લેન તૈયાર કરવામાં આવ્યું છે.
આ પ્લેન જસદણમાં તૈયાર થયું છે અને કુલ 6 કારીગરો દ્વારા 4 કિલોથી વધુ વજન ધરાવતું આ પ્લેન તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્લેન બનાવવા પાછળ 500 કલાક સુધી મહેનત કરવામાં આવી છે. આ પ્લેન પર ખાસ જસદણની કારીગીરીની પણ ઝલક જોવા મળે છે. પતરા પર ખાસ ડિઝાઇન કરી આ પ્લેનને તૈયાર કરવામાં આવ્યું છે. ખાસ આ પ્લેનને બનાવવા પાઇન લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.