ખાસ-ખબર સંવાદદાતા
મણિપુરમાં એક સમુદાયની બે મહિલાઓને કપડાં વગર નગ્ન હાલતમાં ખુલ્લેઆમ પરેડ કરાવવા બદલ દેશભરમાં ગુસ્સો વ્યાપી ગયો છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે પણ આ મામલે સુઓ મોટો હાથ ધરતાં મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મણિપુરમાં ગઈકાલે બે મહિલાઓની નગ્ન પરેડ કરવામાં આવી હોવાનો જે વીડિયો સામે આવ્યો હતો તે ખરેખર હેરાન કરનારું છે.
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) ડીવાય ચંદ્રચુડે સરકારને આ મામલે કડક કાર્યવાહી કરવા કહ્યું છે. આ સિવાય ચીફ જસ્ટિસે કહ્યું કે આવી ઘટનાઓ જરાય સ્વીકાર્ય નથી. ઈઉંઈંએ કહ્યું કે આ બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે, જો સરકાર પગલાં નહીં લે તો અમે આ મામલે કડક કાર્યવાહી કરીશું.
- Advertisement -
સુપ્રીમ કોર્ટે આ મામલે કાર્યવાહી કરવાના નિર્દેશ આપતા રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ પણ મંગાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આવતા સપ્તાહે શુક્રવારે આ મામલે સુનાવણી થશે.
આ મામલાને લઈને CJI ચંદ્રચુડે કહ્યું, “આ તસવીરો જોઈને અમે ચોંકી ગયા. હિંસા પ્રભાવિત વિસ્તારમાં મહિલાઓનો સામાન તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમારે એ જાણવું છે કે જે લોકો આ માટે જવાબદાર છે તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવી છે.